વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે એક્સિસ બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ: ત્રણને પોલીસે દબોચ્યા 


SHARE









મોરબીના બેલા પાસે એક્સિસ બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ: ત્રણને પોલીસે દબોચ્યા 

મોરબીમાં રવાપર રોડ ઉપર થોડા દિવસો પહેલા એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આજે મોરબીના બેલા ગામ પાસે એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં અવાયો છે અને આ ઘટનાની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે હાલમાં ત્રણ શખ્સને પકડીને ગુનો નોંધવા માટેની તજવીજ શરૂ કરી છે

મોરબીના બેલા ગામમાં એક્સિસ બેંકનું એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે તેને રાત્રિ દરમ્યાન તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે, સ્થાનિક ચા વાળાએ આ અંગેની તાત્કાલિક મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે ઘટના સ્થળે આવી ગઈ હતી અને ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધા છે અને જે શખ્સોને પોલીસ હાલમાં પકડેલ છે તે ત્રણેય પંજાબના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે હાલમાં આ બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે મોરબી પંથકમાં વારંવાર સિક્યુરિટી ગાર્ડ વગરના એટીએમ મશીનને નિશાન બનાવવામાં આવી રહયા છે ત્યારે ચોરીની ઘટનાઓને રોકવા માટે પોલીસે દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે અને બેંક દ્વારા એટીએમ મશીનમાં સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે તે જરૂરી છે




Latest News