મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે બિસ્માર રોડ રીપેર કરવા કરી મામલતદારને રજૂઆત


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે બિસ્માર રોડ રીપેર કરવા કરી મામલતદારને રજૂઆત

મોરબી જિલ્લાના મોટા ભાગના રસ્તા ભાંગીને ભુક્કો થઈ ગયા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે હાલમાં માળીયા ગામથી સ્ટેટ હાઇ-વેને જોડતો રસ્તો અતિ બિસ્માર હોવાથી લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને તાત્કાલિક આ રોડ રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા માળીયાના મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, માળીયા ગામથી સ્ટેટ હાઇ-વે સુધીનો રોડ છેલ્લા ઘણા મહિનાથી અતિબિસ્માર હાલતમાં છે અને વાહન ચાલકો તેમજ ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ રોડને તાત્કાલિક બનાવવામાં આવે તે અનિવાર્ય છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, ખરાબ રોડના લીધે અકસ્માત થવાનો ભય રહે છે જેથી કરીને નિર્દોષ લોકોના જીવ જાય તે પહેલા આ રોડનું કામ કરવામાં આવે તે લોકોના હિતમાં છે






Latest News