મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બે ગોડાઉનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ત્રણ બુટલેગર જેલ હવાલે


SHARE









મોરબીના બે ગોડાઉનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ત્રણ બુટલેગર જેલ હવાલે

મોરબીના પીપળી ગામની સીમ તથા શકત શનાળા જી.આઇ.ડી.સી. ખાતે જુદાજુદા બે ગોડાઉનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે વિદેશી દારૂની નાની મોટી ૧૮૯૬ બોટલો મળી આવી હતી અને પોલીસે ૯,૩૪,૬૨૦ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળી કુલ ૨૦,૦૪,૬૨૦ નો મુદામાલ કબ્જે કરીને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને આ આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીમાં થોડા દિવસો પહેલા પીપળી ગામની સીમમાં આવેલ રોયલ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ પ્લોટ નંબર ૧૭ વાળા ગોડાઉનમાં તથા શનાળા જી.આઇ.ડી.સી.માં ધર્મેશભાઇ પ્રજાપતીના ગોડાઉનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ફડસર ગામે રહેતો ભરતભાઇ નારણભાઇ ડાવેરા (બોરીચા) તથા તેના ભાગીદાર મુકેશ પૌરારામ બિશ્નોઇ રહે. સરણાઉ તાલુકો સાચૌર વાળાએ બન્ને ગોડાઉન ભાડે રાખી તેમાં દારૂનો જથ્થો રાખ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને ૧૮૯૬ બોટલો તેમજ મહીન્દ્રા બોલેરો પીકઅપ બે ગાડી, એક બાઇક, ચાર મોબાઇલ આમ કુલ ૨૦,૦૪,૬૨૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી ભરતભાઇ નારણભાઇ ડાવેરા જાતે બોરીચા, રતનલાલ સાજનરામ ગોદરા જાતે બિશ્નોઇ અને પારસ ખીયારામ તેતરવાલ જાતે બિશ્નોઇની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News