વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી માળીયા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી કોણે કોણે માંગી ટિકિટ ?


SHARE









મોરબી માળીયા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી કોણે કોણે માંગી ટિકિટ ?

આગામી વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ગઇકાલે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના સંભવિત ઉમેદવારો કે જેમના દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવેલ છે તેની ગુજરાત કોંગ્રેસનાં સહ પ્રભારી, રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ સહિતના આગેવાનો દ્વારા સેન્સ લેવામાં આવી છે જેમાં મોરબીના ૧૨ આગેવાનો દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે

આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે જેથી પક્ષની ટિકિટ કોને આપવાથી પક્ષને ફાયદો થશે તેના માટેનું ગણિત હાલમાં પ્રદેશના આગેવાનો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે ગઇકાલે મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના સંભવિત ઉમેદવારો કે જેમના દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે તેની સેન્સ લેવાનો કાર્યક્રમ મોરબીના સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવ્યો હતો ત્યારે ગુજરાતના સહ પ્રભારી રામકિશન ઓઝા, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા તેમજ દિનેશભાઈ પરમાર દ્વારા મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ટિકિટની કોંગ્રેસ પક્ષ પાસે માંગણી કરનારા કોંગ્રેસના આગેવાનોની સેન્સ લેવામાં આવી હતી

દરમ્યાન આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે મોરબી માળીયા વિધાનસભા બેઠેકના કોંગ્રેસનાં પ્રદેશના આગેવાનો દ્વારા જે સેન્સ લેવામાં આવી હતી તેમાં મોરબી માળીયા બેઠક માટે દાવેદારી નોંધાવનારા દાવેદારોમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ જે. પટેલ, મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ મુકેશભાઇ બી. ગામી, માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી દિલીપભાઇ સરડવા, મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના માજી ચેરમેન અમુભાઈ હુંબલ, મોરબી જિલ્લા ઓબીસી વિભાગના પ્રમુખ રાજુભાઇ આહીર, સૌરાષ્ટ્ર મેનિફેસ્ટો કમિટીના સભ્ય કે.ડી.બાવરવા, ક્રિષ્નાબેન બાવરવા, મોરબી કોંગ્રેસનાં યુવા આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા, ભાવનીક મૂછડિયા, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવર અને મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ ડો.લખમણભાઈ એમ. કંજારિયાનો સમાવેશ થાય છે જો કે, પક્ષ દ્વારા પસંદગીનો કળશ કોના ઉપર ઢોળવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે




Latest News