મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નજીક એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરનારા ત્રિપુટીની ધરપકડ 


SHARE









મોરબી નજીક એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરનારા ત્રિપુટીની ધરપકડ 

મોરબીમાં બેલા ગામમાં પંચાયત ઓફિસની બાજુમાં એટીએમ મશીન મૂકવામાં આવેલ છે આ એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં બેન્કના કર્મચારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીસીટીવી કેમેરામાં દેખાતા અજાણ્યા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં ત્રિપુટીની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબીના બેલા ગામમાં પંચાયત ઓફિસની બાજુમાં એક્સિસ બેંકનું એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે તેને ગુરુવારની રાતે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી રાજકોટમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે નિવેદિતા સોસાયટીમાં રહેતા રાકેશભાઇ જમનાદાસભાઇ ગોંડલીયા જાતે પટેલ (૪૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, બેલા ગામમાં પંચાયત ઓફિસની બાજુમાં એક્સિસ બેંકનું એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે તેને સીસીટીવી કેમેરમાં દેખાતા અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે રાજીવભાઇ બોટીરામ ભગત (૩૨) મેરાબદરાલી (પઠાણકોટ), સૂરજકુમાર સુખદેવરાજ ભગત (૨૩) અને હરપ્રીતસિંગ સુખદેવસિંગ કાહલોન (૨૬) રહે. બંને કલ્યાણપુર (ગુરદાસપુર-પંજાબ) વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ટામી જેવા બે સળિયા અને એક બાઇકને પોલીસે કબજે કરેલ છે તેમજ આ આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News