મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ સંબંધ બાબતે ઠપકો આપતા યુવતીએ અંતિમ પગલું ભર્યું


SHARE









મોરબીમાં પ્રેમ સંબંધ બાબતે ઠપકો આપતા યુવતીએ અંતિમ પગલું ભર્યું

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ઇન્દિરાનગરમાં આવેલ ધર્મનગરમાં રહેતી યુવતીએ પોતાના જ ઘરમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન યુવતીનું મોત નીપજયું  છે જેથી કરીને આપઘાતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ હતી અને મૃતક યુવતીને પરિવારજનોએ પ્રેમ  સબંધ બાબતે ઠપકો આપ્યો હતો જેથી લાગી આવતા તેને અંતિમ પગલું ભર્યું હોવાનુ હાલમાં સામે આવ્યું છે

મોરબીના મહેન્દ્રનગર ગામે માળિયા ફાટક પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારના ધરમનગરમાં રહેતા પ્રવીણભાઈ સનુરાની ૧૭ વર્ષીય દીકરી પ્રિયાબેને તેના ઘેર ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે પ્રથમ સારવારમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રિયાબેન પ્રવીણભાઈ સનુરા નામની ૧૭ વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે અને આ બનવાની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ જે.જે. ડાંગર કરી રહ્યા છે અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ મૃતક યુવતીને તેના પરિવારજનો દ્વારા પ્રેમ સબંધ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા તેને અંતિમ પગલું ભરી લીધેલ છે




Latest News