મોરબી તાલુકામાં ગાળા ગામે પ્રદૂષણથી પાકને નુકશાની થતાં ખેડૂતોનું ખેતરમાં જ આંદોલન
મોરબીમાં રક્ષાબંધને સર્જાઇ કરૂણાંતિકા : ભાઈને રાખડી બાંધવા જતી બહેનનું રસ્તામાં અકસ્માતે મોત
SHARE









મોરબીમાં રક્ષાબંધને સર્જાઇ કરૂણાંતિકા : ભાઈને રાખડી બાંધવા જતી બહેનનું રસ્તામાં અકસ્માતે મોત
ગઈકાલે રક્ષાબંધનનો દિવસ હતો અને મોરબીના સામાકાંઠે રહેતી એક મહિલા પોતાના ભાઈને રાખડી બાંધવા માટે તેના ઘેર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમના પુત્રની સાથે જઇ રહેલી મહિલાના બાઇક આડી ગાય ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયુ હતુ તેના લીધે ગંભીર ઇજાઓ થવાથી મહિલાનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસેની દરિયાલાલ હોટલ નજીક ગઇકાલે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં શાંતાબેન હરેશભાઈ પરમાર (ઉમર ૩૮) રહે.ઉમિયાનગર સોસાયટી સોઓરડી પાસે મોરબી-૨ નામની મહિલાનું મોત નિપજયું હતું.વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સોઓરડીની પાસે આવેલા ઉમિયાનગર વિસ્તારમાં રહેતા શાંતાબેન હરેશભાઈ પરમાર નામની ૩૮ વર્ષીય મહિલા પોતાના પુત્રના બાઈકમાં બેસીને મોરબીથી રફાળેશ્વર બાજુ જઈ રહ્યા હતા તેઓને બંધુનગર ગામે તેમના ભાઈને ત્યાં રક્ષાબંધનના પર્વ નિમિતે રાખડી બાંધવા જવું હતું. દરમિયાનમાં રસ્તામાં રફાળેશ્વર ગામ પાસેની દરિયાલાલ હોટલ નજીક તેમના બાઇકની આડે અચાનક ગાય ઉતરતા બાઈક સ્લીપ મારી જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં શાંતાબેન પરમારનું મોત નીપજયું હતું. બનાવને પગલે તેમના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે ખસેડાતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં બીટ જમાદાર એ.એલ.પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.
