મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર ગામે માલીકીની જમીન ઉપર દબાણ કરીને કર્યું વાવેતર: લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો


SHARE









વાંકાનેરના લાકડધાર ગામે માલીકીની જમીન ઉપર દબાણ કરીને કર્યું વાવેતર: લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામના સર્વે નંબરમાં માલિકીની જમીન ઉપર કબજો કરીને તે જમીન પચાવી પાડી છે અને તેના ઉપર વાવેતર કરવામાં આવ્યું હતું જેથી કરીને જમીનના માલિક દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટીમાં કામધેનુ એપાર્ટમેન્ટમાં રહેતા સુનિલભાઈ અમરશીભાઈ પટેલ (ઉંમર ૪૬) એ લાકડધાર ગામના કાનાભાઈ ભલાભાઇ સરવૈયા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેળ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓની માલિકીની વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે સર્વે નંબર ૧૭૬ પૈકી ૧ વાળી ૨૯૨૩૮ ચોરસ મીટર જમીન પૈકી ૩૪૪૦ ચોરસ મીટર જમીન પચાવી પાડીને આરોપીએ તેના ઉપર કબજો કરી લીધેલ છે અને ત્યાં તેના દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે અને જેથી હાલમાં યુવાને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે




Latest News