મોરબીના આઈ.ટી.આઈ. માં પ્રવેશ સત્રમાં ખાલી રહેતી બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા
મોરબી લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના નવા હોદેદારોનો શપથગ્રહણ સમારોહ યોજાયો
SHARE









મોરબી લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના નવા હોદેદારોનો શપથગ્રહણ સમારોહ યોજાયો
લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના વર્ષ ૨૦૨૧-૨૨ ના હોદેદારોનો શપથગ્રહણ સમારોહ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ લોર્ડઝ ઈકો ઈન હોટેલમાં યોજાયો હતો જેમાં લાયન સભ્યો તેમના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા જેમાં નવા પ્રમુખ તરીકે ટી.સી. ફુલતરીયા,મંત્રી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડિયા તેમજ ક્લબના કેબિનેટના સભ્યોને ઇન્સ્ટોલેશન ઓફિસર પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમ.જે.એફ. રમેશભાઈ ઘેટીયાએ શપથ લેવડાવ્યા હતા તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીમાં નવા જોડાયેલા સભ્યોનું ઇન્ડકસન અને શપથ વિધિ પી.એમ.જે.એફ. વસંતભાઈ મોવલીયા ડિસ્ટ્રિક્ટ ગવર્નર (સોરાષ્ટ્ર કચ્છ )એ કરાવેલ હતી આ તકે શપથ વિધિ સમારોહમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પી.એમ.જે.એફ. લાયન ચંદ્રકાન્ત દફતરી, ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી મુકેશભાઈ કોંરાટ, રીજીયન ચેરમેન એમ.જે.એફ. રમેશભાઈ રૂપાલા, ઝોન-૩ ચેરમેન એમ.જે.એફ. તુસાર દફતરી, ઝોન-૪ ચેરમેન ધર્મવિરસિંહ જાડેજા દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં સેવાના કામમાં ઉમદા યોગદાન આપનાર કર્મવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કોરોનાં વોરિયર તરીકે મીનાક્ષીબેન તૅમજ જીગુભાઈ કાવર, ચંદુભાઈ કુંડારીયા, રમેશભાઈ કૈલા,પર્યાવરણ પ્રેમી તરીકે મનશુખભાઈ દેત્રોજા, સેવા પરમો ધર્મ તરીકે ચિત્રા હનુમાનજી ધૂન મંડળનું, ડાયાબિટીસના કાયમી પ્રોજેક્ટના માનદ સેવક તરીકે ડૉ. નિલેશભાઈ ભાડજાનું તેમજ વુમન એનપાવરર્મેન્ટમાં રશ્મિકાબેન રૂપાલાનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને નાનજીભાઈ મોરડીયા દ્વારા આભાર વ્યક્ત કરીને સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો
