મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ઉમિયા પરિવારના ૨૫ માં સમૂહલગ્નોત્સવ માટે તૈયારીઓ શરૂ


SHARE









મોરબી જિલ્લા ઉમિયા પરિવારના ૨૫ માં સમૂહલગ્નોત્સવ માટે તૈયારીઓ શરૂ

શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૨૫ મો સમૂહ લગ્નોત્સવ (રજત જયંતિ) તા. ૨૫/૧ ને બુધવારના રોજ મોરબી તાલુકાનાં ચાંચપર ગામે યોજાશે અને સમૂહ લ્ગનમાં  જોડાવા માટેના ફોર્મ તા. ૫/૧૦ થી ૨૦/૧૨ સુધી શ્રીજી હોલની નીચે માર્કેટિંગ યાર્ડની બાજુમાં શનાળા રોડ ઉપર આવેલ મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયે ભરવામાં આવશે

આ ફોર્મ ભરવા માટે જન્મ તારીખનો આધાર, ઓરીજનલ સ્કૂલ લિવિંગ સર્ટી અથવા જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા, વર કન્યાના માતા પિતાના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ દરેકની બે બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોકિયુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિનો સંપર્ક કરવો સંપર્ક પ્રમુખ ડો. મનુભાઈ કૈલા (૯૮૨૫૪૦૫૦૭૬), ઉપ પ્રમુખ મણીભાઈ સરડવા (૯૮૨૫૬૯૫૭૦૮), જયંતિભાઈ પડસુંબિયા, જયંતિભાઈ વિડજા, કમલેશભાઈ કૈલા, મગનભાઈ અધારા, ઈશ્વરભાઈ સબાપરા, જયેશભાઇ રંગપરિયા, જયંતિભાઈ શેરસિયા, સવજીભાઈ સુરાણી અને ચંદુભાઇ કુંડારીયાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News