મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં અધિકારીની પાણીદાર ખાતરીથી આઉટસોર્સ કર્મચારીઓની હડતાલ સમેટાઇ


SHARE









મોરબી જિલ્લામાં અધિકારીની પાણીદાર ખાતરીથી આઉટસોર્સ કર્મચારીઓની હડતાલ સમેટાઇ

મોરબી જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી, નાયબ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સહિતની તમામ સરકારીમાં કામ કરતાં આઉટસોર્સ કર્મચારીઓ પગાર સહિતના પ્રશ્નોને લઈને હડતાલ ઉપર હતા જો કે, આજે અધિક કલેક્ટર દ્વારા આઉટસોર્સ કર્મચારીઓની સાથે મિટિંગ કરીને નવી એજન્સીને કામ આપવામાં આવ્યા બાદ તેઓના પ્રશ્નો ઉકેલાઈ જશે જેથી કરીને હાલમાં આઉટસોર્સ કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી છે

મોરબી જિલ્લાની મોટાભાગની સરકારી કચેરીઓ હાલમાં આઉટસોર્સ કર્મચારીઓના સહારે ચાલી રહી છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી તેવામાં પગાર સહિતના પ્રશ્નોને લઈને જુદીજુદી સરકારી કચેરીઓમાં ડ્રાઈવર, સફાઈ કામદાર, ચોકીદાર, ઓપરેટર, પટ્ટાવાળા સહિતની પોસ્ટ ઉપર કામ કરતાં આઉટસોર્સ કર્મચારીઓએ પગાર વધારા સહિતના પ્રશ્નોને લઈને સરકારમાં અનેક વખત રજૂઆત કરી હતી તો પણ તે પ્રશ્નો ઉકેલવામાં આવતા ન હતા જેથી કરીને આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા સરકારી કામનું ગાડું ગબડાવવામાં આવતું હોય આ કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે અને કાયમી કર્મચારી કરતાં ઘણું ઓછું વેતન આપવામાં આવે છે તે સહિતના પ્રશ્નોને લઈને વેતન વધારાની માંગણી કરવામાં આવી હતી અને હડતાલનું શાસ્ત્ર ઉગામયું હતું જો કે, આજે બીજા દિવસે પણ મોરબી જીલ્લામાં આઉટસોર્સ કર્મચારીઓએ કામ કર્યું ન હતું જેથી કરીને મોરબી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા આઉટસોર્સ કર્મચારીઓના પ્રતિનિધિની સાથે વાત કરવામાં આવી હતી અને તેઓએ કહ્યું હતું કે, આ સપ્તાહમાં મોરબી જીલ્લામા જે એજન્સી કામ કરી રહી છે તેનું ટેન્ડર પૂરું થાય છે ત્યાર બાદ નવી જે એજન્સીને કામ આપવામાં આવશે ત્યારે મોટાભાગના પ્રશ્નો ઉકેલાઈ જશે તેવી ખાતરી આપી હતી જેથી કરીને અચોક્કસ મુદતની હડતાલ ઉપર ગયેલા મોરબી જિલ્લાના આઉટસોર્સ કર્મચારીઓએ હાલમાં આંદોલન સમેટી લીધું છે




Latest News