મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના નેશનલ હાઇવે રોડે બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં યુવાનનું મોત


SHARE













વાંકાનેરના નેશનલ હાઇવે રોડે બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં યુવાનનું મોત

વાંકાનેર નેશનલ હાઈવે ઉપરથી બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર રોંગ સાઈડમાં આવેલ એકટીવા ચાલકે બંધ ટ્રક પાસે તેનું એક્ટિવા ઊભું રાખતા સામેથી આવતા બાઈકની સાથે તેનો અકસ્માત થયો હતો અને તેમાં બાઇક ચાલક યુવાનને માથામાં ગંભીર થયો હોવાથી તેનું મોત નિપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના પિતાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એકટીવા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા લાધાભાઈ ઉર્ફે લધુભાઇ રત્નાભાઇ સતવાણી જાતે કોળી (૬૦) નો દીકરો રણછોડભાઈ (૩૨) બાઈક નંબર જીજે ૩૬ કે ૧૧૯૫ લઈને વાંકાનેર શહેરથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર મુબીન ઓટોની સામેથી પોતાની સાઇડમાં પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે સામેના ભાગેથી રોંગ સાઈડમાં આવેલ એક્ટિવા નંબર જીજે ૩૬ એચ ૫૨૧૯ ના ચાલકે તેનું વાહન બેફિકરાયથી ચલાવીને બંધ પડેલા ટ્રક પાસે ઊભું રાખતા સામેથી આવી રહેલ રણછોડભાઈના બાઈક સાથે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં રણછોડભાઈને માથામાં પાછળના ભાગે તેમજ શરીરે ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના પિતાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એકટીવા ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામની સીમમાં દેવશીભાઈ વાલજીભાઈ માલકીયાની વાડીએ તેઓના પત્ની મંજુબેન (૫૮) ને હાર્ટ ટેક આવી જતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News