ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીથી ૫૩.૨૩ લાખના દારૂ સાથે પકડાયેલા બે આરોપીના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીથી ૫૩.૨૩ લાખના દારૂ સાથે પકડાયેલા બે આરોપીના રિમાન્ડ મંજૂર

મોરબી જીલ્લામાં જુદીજુદી રીતે દારૂ ઘુસાડવામાં આવે છે તેવું સામે આવ્યું છે ત્યારે હાલમાં સસ્તા અનાજની હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતા ટ્રકમાંથી એલસીબીની ટીમે દારૂનો જથ્થો પડ્યો હતો અને જેમાં ટ્રક સહિત ૧૩.૨૩ લાખનો દારૂ કબ્જે કર્યો હતો અને લીલપર ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં રેડ કરી હતી ત્યાંથી ૪૦.૫૦ નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આ બંને રેડમાં કુલ મળીને બે આરોપીને પકડવામાં આવ્યા હતા જે બંને આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે

મોરબીના સોખડા ગામ નજીક કિશનગઢ ગામની સીમમાં એલસીબીની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે સસ્તા અનાજની દુકાન માટેની વસ્તુની હેરફેરી કરતાં ટ્રકમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે જુદીજુદી બ્રાન્ડની દારૂની નાની મોટી ૯૬૩૬ બોટલ અને બિયરના ૧૪૧૬ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ-બિયર સહિત ૧૩,૨૩,૬૦૦ દારૂ બિયાર અને સાત લાખનો ટ્રક મળીને ૨૦,૨૩,૬૦૦ નો મુદામાલ કબજે કર્યો છે અને ટ્રક ડ્રાઈવર મદન અજુદી કંન્છેદી વિશ્વકર્મા જાતે મિસ્ત્રી (૩૬) રહે.ધૌરાજ જેરથ ગામ તાલુકો બટીગઢ જિલ્લો દમોહ મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી જે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તા ૪ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આરોપી નયન રાયકાભાઈ ગઢવીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

તો બીજી રેડ મોરબીના લીલાપર ગામની સીમમાં આવેલ રાધે પાર્ટી પ્લોટની પાછળ ગોડાઉનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે ગોડાઉન ભાડે રાખનાર મિત વિજયભાઇ ચૌહાણ જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૮૯૮૮ બોટલ કબ્જે  કર્યો હતો અને આરોપી મિત વિજયભાઇ ચૌહાણ જાતે દરજી (૨૪) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાટર્સ બ્લોક નં.-બી/૯ મકાન નં.૧૧૦ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા આરોપીના તા ૩ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે દારૂ કેવી રીતે આવ્યો હતો તે દિશામાં તપાસ કરશે અને આરોપી દિપકસિંહ ખોડુભા વાઘેલા રહે. મોરબી, ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા રહે લજાઇ અને ચેતનસિંહ રવિન્દ્રસિંહ ચૌહાણ રહે. શનાળા રોડ, ગુજરાત હાઉસીંગ બોર્ડ મોરબી વાળાને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News