મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધા વાંકાનેર ખાતે યોજાશે


SHARE









મોરબી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધા વાંકાનેર ખાતે યોજાશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા૨૦૨૨ -૨૩ નું આયોજન તા. ૬/૧૦ ના રોજ ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે સવારે ૮:૦૦ કલાકે કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધા અન્વયે નિબંધ તથા ચિત્રના વિષયો સ્થળ પર જ આપવામાં આવશે. જ્યારે વકૃત્વ સ્પર્ધાના વિષયો ૨૪ કલાક અગાઉ સ્પર્ધકને પોતાની સ્કુલમાંથી આપવવામાં આવશે. જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા ૨૦૨૨-૨૩ અન્વયે ઉપરોક્ત સ્થળ તથા તારીખે  ફોર્મ ભરેલ સ્પર્ધકોએ હાજર રહેવું તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વિના મુલ્યે તાલીમ વર્ગ યોજાશે

રોજગાર વિનિમય કચેરીઓ અને બોર્ડર સીક્યુરીટી ફોર્સના સંયુક્ત ઉપક્રમે ભુજ તથા ગાંધીધામ ખાતે ૩૦ દિવસના વિના મુલ્યે નિવાસી તાલીમ વર્ગનું આયોજન બોર્ડર સીક્યુરીટી ફોર્સ દ્વારા કરવામાં આવનાર છે. જેમાં ૧૭.૫ વર્ષથી ૨૩ વર્ષની ઉંમર, ૧૬૮ સેન્ટીમીટરની ઉંચાઇ અને ૭૭ સેન્ટીમીટરથી ૮૨ સેન્ટીમીટરની છાતી ધરાવતા (અપંગો સિવાય) ઉમેદવારો અરજી કરી શકે છે. સદર તાલીમ વર્ગમાં જોડાવવા ઇચ્છુક મોરબી જિલ્લાના ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી, મોરબીને નિયત નમુનામાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ફોટો, આઇ.ડી.પ્રુફ, મેડિકલ સર્ટીફિકેટ, બેન્ક પાસબુક વગેરેની નકલો સાથે તાત્કાલિક અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે. અરજી પત્રક રોજગાર વિનિમય કચેરી,મોરબી નવું સેવા સદન બીજો માળ રૂમનં ૨૧૫ માંથી વિના મુલ્યે મળી શકશે તેવું જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે




Latest News