મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

માળિયા (મીં)માં માતા-પુત્રની હત્યા કરનારા આરોપી જેલ હવાલે


SHARE









માળિયા (મીં)માં માતા-પુત્રની હત્યા કરનારા આરોપી જેલ હવાલે

માળિયા મીંયાણાના કોબા વાંઢ વિસ્તારમાં નજીવી વાતમાં મારા મરીનો બનાવ બનેલ હતો જેમાં માતા અને પુત્રને છરીના જીવલેણ ઘા ઝીકિ દીધા હતા જેથી બંનેના મોત નિપજ્યાં હતા અને મૃતક મહિલાના પતિએ તેના કૌટુંબિક ભત્રીજાના દીકરાની સામે બેવડી હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને હાલમાં આરોપીને જેલ હવાલે કરેલ છે

માળીયા મીંયાણા તાલુકાના કોબા વાંઢ વિસ્તારમાં ભેંસ ચરાવવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી ઇશાભાઈ મોવરના પત્ની ઝરીનાબેન ઇશાભાઈ મોવર (૪૫) અને દીકરા હબીબ  ઇશાભાઈ મોવર (૨૩) ને છરીના ઘા ઝીકિ દીધા હતા જેથી કરીને તે બંનેના મોત નિપજ્યાં હતા આ બનાવમાં મૃતક મહિલાના પતિ ઇશાભાઈ હબીબભાઈ મોવરએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને હાલમાં શાહરૂખ યુસુફભાઈ મોવર સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના ખેતરમાં આરોપીની ભેંસ આવી હતી અને પાકને નુકશાન કર્યું હતું જેથી ફરિયાદીના દીકરા હબીબ મોવરે આરોપીને “તમારી ભેંસે અમારા કપાસના પાકમાં નુકશાન કર્યું છે અને અગાઉ અમારી ભેંસે તમારા ખેતરમાં નુકશાન કર્યું હતું ત્યારે તમારા પિતાએ ઠપકો અપાયો હતો” તેવું કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે હબીબને ગાળાના ભાગે તેમજ તેની માતાને સાથળાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીકિ દીધા હતા જે ગુનામાં પોલીસે હાલમાં આરોપી શાહરૂખ યુસુફભાઈ મોવર રહે. કોબા વાંઢ વિસ્તાર માળીયા મીંયાણા વાળાની ધરપકડ કરેલ હતી અને આરોપી પાસેથી હત્યાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ છરી કબ્જે કરવામાં આવી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News