મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી


SHARE









મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી

મોરબી નવરાત્રિ એટલે માતૃશક્તિની આરાધના કરવાનો તહેવાર,રાસે રમવાનો અને ગરબે ઘુમવાનો રૂડો અવસર, એમાંય ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબો નવરાત્રીમાં ચોરે ચૌટે રાસ ગરબાઓનું આયોજન થતું હોય છે આબાલ-વૃદ્ધ સૌને ગરબે રમવું ગમતું હોય છે,નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને નાચતા હોય છે દરેક શાળાઓમાં પણ નવરાત્રીની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે એ અન્વયે મોરબી તાલુકાની માધાપરવાડી  શાળામાં ૪૦૦ વિદ્યાર્થીનીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ તાલીઓના તાલે દાંડિયાના તાલે ગરબે ઘૂમી જગત જનની જગદંબાની ભક્તિ અને શક્તિથી ઉજવણી કરવામાં આવી હતી અને ધો.૩ થી ૮ માં વેલ ડ્રેશ અને એક્શનમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર ૧૫ બાળાઓને અને ઓલ રાઉન્ડર પરફોર્મન્સ આપેલ 5 પાંચ બાળાઓને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા આયોજન શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલા, કાળુભાઈ પરમાર એસ.એમ.સી.અધ્યક્ષ તેમજ જયેશભાઈ અગ્રાવત, દયાલજીભાઈ બાવરવા, દિનેશભાઈ સાવરિયા જયાબેન ભાડજા, ગીતાબેન અંદીપરા, અલકાબેન કોરવાડિયા, નિમિષાબેન ચાવડા, નિકિતાબેન કૈલા, ચાંદનીબેન સાંણજા તેમજ નર્મદાબેન પરમાર પ્રવાસી શિક્ષક વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી અને બાળકો સાથે મન મૂકીને ગરબે રમ્યા હતા.




Latest News