મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નવરાત્રિ ઉત્સવમાં બાળાઓને પ્રોત્સાહિત કરાઇ


SHARE









મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નવરાત્રિ ઉત્સવમાં બાળાઓને પ્રોત્સાહિત કરાઇ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નવરાત્રિ ઉત્સવમાં બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી અને સાથે હંગર પ્રોજેક્ટ કરવામાં આવ્યો.લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નવરાત્રિ ઉત્સવમાં લાયન્સનગર ગોકુલનગરની બાજુમાં આવેલ બહુચર ગરબી મંડળની ૫૫ બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી તેમજ તમામ સેવકો અને બાળાઓને આઈસ્ક્રીમ આપવામાં આવેલ અને લાયન્સનગરની સામાન્ય વર્ગની બાળાઓ અને તેમના વાલીઓ ખુબજ આનંદ પામ્યા હતા.આવી જ રીતે લીલાપર રોડ ઉપર આવેલા જય માતાજી ગરબી મંડળની ૬૦ સામાન્ય વર્ગની બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી આમ કુલ ૧૧૫ બાળાઓને માતાજીના નવલા નોરતામાં પ્રોત્સાહીત કરીને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યોએ નાની બળાઓને પ્રોત્સાહીત કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. પ્રોજેક્ટમાં પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ કાવર, પાસ્ટ પ્રેસિડેન્ટ ટી.સી.ફુલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, લાયન સભ્યો મહાદેવભાઇ ચિખલિયા પ્રાણજીવન રંગપડીયા, રશ્મિકાબેન રૂપાલા અને મણીલાલભાઈ કાવર હાજર રહેલ અને તમામના હસ્તે બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.




Latest News