મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ ગામેથી કરવામાં આવેલ સ્કોર્પિયોની ચોરીમાં ત્રણની ધરપકડ


SHARE

















મોરબીના ઘુટુ ગામેથી કરવામાં આવેલ સ્કોર્પિયોની ચોરીમાં ત્રણની ધરપકડ


મોરબી નજીકના ઘુટુ ગામ પાસે હરીહરનગર પંચવટી સોસાયટીમાં પોતાના ઘર પાસે પાર્ક કરેલ સ્કોર્પિયો કારને અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ હતા જેની વર્ષ ૨૦૨૦ ના નવેમ્બર માહિનામાં ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહનની ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી આ ગુનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ઘૂટું ગામે હરીહરનગર પંચવટી સોસાયટીમાં રહેતા રમેશભાઇ રૂગનાથભાઇ કૈલા (ઉંમર ૪૨) નવયુગ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નામની કાળા કલરની સ્કોર્પિયો કાર નંબર જી જે ૩૬ એલ ૨૭૭૮ પાર્ક કરી હતી જે કારના તા ૨૮/૧૦/૨૦૨૦ ના રોજ રાતના સમયે કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઇ ગયેલ હતા જેથી કરીને રમેશભાઈએ ૧૧ લાખની સ્કોર્પિઓ કાર ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે ૧૦ મહિને ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે જેમાં અર્જુનરામ ઉર્ફે અનિલ ખીલેરી બિશનોઈ (૨૫), ઓમપ્રકાશ ખાંગાંરામ ખીલેરી બિશનોઈ (૨૫) અને પિરારામ લાડુરામ જાણી જાતે બિશનોઈ (૨૯) રહે, બધા મૂળ રાજસ્થાન વાળાનો સમાવેશ થાય છે અને મોરબી તાલુકા પીએસઆઈ વી.જી. જેઠવા અને તેની ટીમે આરોપીઓનો કબ્જો લઈને આગળની કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે આવેલ નજરબાગ વિસ્તારમાં રહેતા રમેશભાઇ મહેશભાઈ ભંખોડિયા નામના ૫૫ વર્ષીય આધેડે નટરાજ ફાટક પાસેથી જતા હતા ત્યાં સાથે સ્કૂટી સાથે વાહન અકસ્માત સર્જાતા તેમને ઈજા થવાથી સારવાર માટે લઈ જવાયા હતા અને મોડપર ગામે સોનાબેન મોહનભાઈ મોહનીયા (૨૮) નામની યુવતીને સાપ કરડી જતાં ઝેરી અસર થતાં તેને સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા રમેશભાઇ કાળાભાઈ વાઘેલા (૪૨)ને  ત્રણ લોકોએ માર માર્યો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એલ.પરમારે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે વાંકાનેર તાલુકાના પંચાસર ગામે ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઘવાયેલા દક્ષાબેન પ્રવીણભાઈ મોરડીયા નામની ૩૫ વર્ષીય મહિલાને ઇજા થતાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે ટંકારાના રહેવાસી હર્ષિદાબેન વિજયભાઈ અગ્રાવત નામની ૩૫ વર્ષીય મહિલા બાઈકના પાછળ બેસીને જતા હતા ત્યારે ખીજડીયા ચોકડી પાસે બાઇક સ્લીપ થઇ જવાના બનાવમાં ઇજાઓ થવાથી હર્ષિદાબેન અગ્રાવતને સારવારમાં મોરબી ખસેડાયા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News