ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાંથી પકડાયેલ ૪૦.૫૦ લાખના દારૂના ગુનામાં દિપકસિંહ-ચેતનસિંહની ધરપકડ: મિત ચૌહાણ જેલ હવાલે


SHARE







મોરબીમાંથી પકડાયેલ ૪૦.૫૦ લાખના દારૂના ગુનામાં દિપકસિંહ-ચેતનસિંહની ધરપકડ: મિત ચૌહાણ જેલ હવાલે

મોરબી તાલુકાનાં લીલપર ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં રેડ કરી હતી ત્યાંથી ૪૦.૫૦ નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને અને એક આરોપીને પકડવામાં આવ્યો હતો જેના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં વધુ બે આરોપીને પકડવામાં આવેલ છે જેના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે અને હજુ એક આરોપીને પકડવા માટે પોલીસ તજવીજ કરી રહી છે

મોરબીના લીલાપર ગામની સીમમાં આવેલ રાધે પાર્ટી પ્લોટની પાછળ ગોડાઉનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે ગોડાઉન ભાડે રાખનાર મિત વિજયભાઇ ચૌહાણ જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૮૯૮૮ બોટલ કબ્જે  કર્યો હતો અને આરોપી મિત વિજયભાઇ ચૌહાણ જાતે દરજી (૨૪) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાટર્સ બ્લોક નં.-બી/૯ મકાન નં.૧૧૦ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો હતો જો કે, તેના રિમાન્ડ પૂરા થઈ ગયા હોવાથી તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુના જે તે સમયે દિપકસિંહ ખોડુભા વાઘેલા રહે. મોરબીચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા રહે લજાઇ અને ચેતનસિંહ રવિન્દ્રસિંહ ચૌહાણ રહે. શનાળા રોડગુજરાત હાઉસીંગ બોર્ડ મોરબી વાળાના નામ સામે આવ્યા હતા તે પૈકીનાં દિપકસિંહ ખોડુભા વાઘેલા અને ચેતનસિંહ રવિન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તા.૬ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે






Latest News