મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં દાદાગીરીના વિડીયો મુક્તા ડાભોરિયા સામે લોકો કાયદો હાથમાં લેશે તો પોલીસની આબરૂ જશે: કાંતિભાઈ અમૃતિયા


SHARE









મોરબીમાં દાદાગીરીના વિડીયો મુક્તા ડાભોરિયા સામે લોકો કાયદો હાથમાં લેશે તો પોલીસની આબરૂ જશે: કાંતિભાઈ અમૃતિયા

મોરબી તાલુકાના જેતપર ગામે દશેરા નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ હાજર રહ્યા હતા અને તેઓએ છેલ્લા દિવસોમાં જે મોરબીની અંદર ગુંડાગીરી વધી છે તેને ધ્યાનમાં રાખીને ન માત્ર જેતપર ગામે રાવણના પૂતળાનું દહન પરંતુ મોરબી જિલ્લાના રાવણોને સળગાવવાના કાર્યક્રમની શરૂઆત અહીંથી થઈ ગઈ છે અને આગામી સમયમાં સહુ સાથે મળીને આવા રાવણોનો નાશ કરીશું તેવો હુંકાર કર્યો હતો તેમજ વર્તમાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે દાદાગીરીના વિડીયો મુકનારા શખ્સોની સામે કાર્યવાહી પોલીસ દ્વારા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં લોકો કાયદો હાથમાં લેશે તો વર્દીની આબરૂ જશે

આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યાર પહેલાં હવે ધીમે ધીમે રાજકીય રંગ મોરબીમાં પકડાતો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી એકમેકને ધમકીઓ આપવી કે પછી જાહેર કાર્યક્રમોમાં એકમેકને પડકાર ફેંકવા જેવા દ્રશ્યો હવે મોરબીમાં જોવા મળતા હોય છે દરમિયાન મોરબી તાલુકાના જેતપર ગામે દશેરા નિમિત્તે રાવણ  દહનના કાર્યક્રમનું ગામના લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મૂળ જેતપર ગામના રહેવાસી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ ત્યાં હાજર રહ્યા હતા અને તેઓએ જેતપર ગામે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરનાર ટીમને અભિનંદન આપ્યા હતા અને લોકોની હાજરીમાં કહ્યું હતું કે “જેતપર ગામે રાવણના પૂતળાનું દહન કરવા માટેનો કાર્યક્રમ નહીં પરંતુ મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી છરીઓ અને તલવાર લઈને નીકળી પડે છે આવા લુખાતત્વો અને રાવણોને સળગાવવાના કાર્યક્રમની શરૂઆત જેતપર ગામથી થઈ ગયેલ છે અને આગામી દિવાસીમાં સહુ કોઈ સાથે મળીને આવા રાવણનો નાશ કરીશું તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી

વધુમાં તેમણે એવું પણ કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કેટલાક ડાભોરિયા દાદાગીરીના વિડીયો મૂકી રહ્યા છે પરંતુ આવા વિડિયો મૂકનાર સામે પોલીસ વિભાગ દ્વારા કડક કામગીરી કરવામાં આવતી નથી ત્યારે જો લોકો આગામી દિવસોમાં કાયદો હાથમાં લેશે તો વર્દીની આબરૂ જશે તે માટે પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેના માટે થઈને નક્કર કામગીરી કરવામાં આવે તે જરૂરી છે આટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું હતું કે, કાંતિલાલ અમૃતિયાએ બીજાના માટે જન્મ લીધો છે અને થોડા સમય પહેલા જેતપર ગામે થયેલ માથાકૂટના મુદ્દાને ટાંકીને કહ્યું હતું કે જેતપર ગામ બધાને  સાથે રાખે તેવું ગામ છે જે લોકો ગામમાં છરીઓ લઈને આવ્યા હતા તેના બાપદાદા અમારે ત્યાં કામ કરતા અને ખેતી કામ કરતા હતા અને અમારા રોટલા ખાતા હતા અને તેના દીકરા હવે અમારા ગામમાં છરીઓ લઈને આવે તો તે ક્યાંથી સહન થાય તેવું કહ્યું હતું 






Latest News