આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી પાટીદાર શિક્ષક સમાજના સ્નેહમિલન,રાસોત્સવ મોટિવેશન અને તેજસ્વીતા સન્માનના કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા હાજર રહ્યા


SHARE













મોરબી પાટીદાર શિક્ષક સમાજના સ્નેહમિલન,રાસોત્સવ મોટિવેશન અને તેજસ્વીતા સન્માનના કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા હાજર રહ્યા

મોરબી તાલુકામાં સારસ્વત શિક્ષક તરીકે ફરજ બજાવતા કડવા-લેવા પરિવારના બંધુ-ભગીનીઓનું ગ્રૂપ પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સમાજમાં એકતા અને એકજુટતા આવે હું નહિ પણ આપણેની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલન,રાસોત્સવ, મોટિવેશન  અને તેજસ્વીતા સન્માન સમારોહનું અદકેરું દેદીપ્યમાન આયોજન દશેરાના સપરમાં દિવસે પાટીદાર નવરાત્રી મહોત્સવ, રામેશ્વર પાર્ટી પ્લોટ, પાટીદાર નવરાત્રી સ્થળ ખાતે સમાજની રાજકીય, સામાંજીક અને શૈક્ષણિક સંગઠનની હસ્તીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો હતો જેમાં પાટીદાર શિક્ષક સમાજ દ્વારા મોટિવેશન, સ્નેહમિલન, તેજસ્વિતા સન્માન અને રાસોત્સવ જેવા કાર્યક્રમોને સાંકળતો 'ચતુર્વિધ સમારોહ' યોજાયો. મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા શૈક્ષણિક, સામાજિક, રચનાત્મક અને સંગઠનાત્મક વિકાસ અર્થે આ અદકેરા સમારોહનું આયોજન થયું હતું

આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહ્યાં. આ ઉપરાંત ધારાસભ્ય લલિતભાઈ  કગથરા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જે.પટેલ, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ વસંતભાઈ ગોરીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયા, મોરબી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રાકેશભાઈ કાવર, મોરબી નગરપાલિકા કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ, શિક્ષણવિદ્ પી.ડી.કાંજીયા જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ વિડજા, કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલિયા, અધ્યક્ષ,રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દિનેશભાઈ વડસોલા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી, ઉમિયા સર્વિસ કલાસ ફોરમના પ્રમુખ અશ્વિનભાઈ એરણિયા, પાટીદાર ધામ મોરબીના પ્રમુખ સેવક કિરીટભાઈ દેકાવડિયા તેમજ શ્રીમતી સુશીલાબેન મેરજાએ ખાસ ઉપસ્થિત રહી પાટીદાર શિક્ષક સમાજ મોરબીના સભાસદોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું.

આ સમારોહમાં ઘો. ૧૦ અને ૧૨ તેમજ અન્ય પરીક્ષાઓમાં સફળ થઈ નંબર પ્રાપ્ત કરેલ તેજસ્વી વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જી.પી.એસ.સી. વર્ગ -૨ ની પરીક્ષામાં સફળ થવા બદલ વિનોદભાઈ ગોધાણી, રાજ્યકક્ષા શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક પારિતોષિક પ્રાપ્ત કરનાર વિજયભાઈ દલસાણીયા, જિલ્લાકક્ષા શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક પારિતોષિક મેળવવા બદલ ગૌતમભાઈ ગોધવીયા અને બાળસાહિત્ય ક્ષેત્રે બાળકાવ્યોનું સર્જન કરી બે બાળકાવ્યસંગ્રહ પ્રકાશિત કરનાર કવિ સંજયભાઈ બાપોદરિયાનું મહાનુભાવોના હસ્તે ખાસ વિશિષ્ટ સિદ્ધિ સન્માન થયું હતું અને નિવૃત્ત થનાર શિક્ષકોને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું આ સમારોહમાં સમયસર ઉપસ્થિત રહેનાર ૧૦ ભાગ્યશાળી સભાસદોને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવી હતી  

આ સમારોહને સફળ બનાવવા માટે સંદીપ આદ્રોજા, હર્ષદ મારવણિયા, શૈલેષ ઝાલરીયા, દિનેશભાઈ વડસોલા, અશ્વિન એરણિયા, રમેશ કાલરીયા,સંજય બાપોદરિયા, કિરણ કાચરોલા, જીજ્ઞેશ રાબડીયા, શૈલેષ કાલરીયા, મુકેશ બરાસરા, રમેશ ભાટીયા, વિનોદ ગોધાણી, અશ્વિન દલસાણીયા, શશીકાંત ભટાસણા, રજનીકાંત કંડીયા, અશોક વસિયાણી,રાજેશ મોકાસણા વગેરે સૌ સમિતિ કન્વીનરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમારોહ અંતર્ગત સ્થળ સૌજન્ય અજયભાઈ લોરીયા તેમજ ભોજન સમારંભ સૌજન્ય રાજેશભાઈ ઘોડાસરા અને શૈલેષભાઈ ધાનજાનું સન્માન કરવામાં આવ્યું. સમારંભનું સફળ સંચાલન શૈલેષ ઝાલરીયા દ્વારા કરવામાં આવ્યું. સ્ટેજ સમારોહ પૂર્ણ થયા બાદ ભોજન સમારંભ  અને રાસોત્સવનું આયોજન થયું હતું અને પાટીદાર શિક્ષક સમાજ મોરબીની આગામી ચિંતન બેઠક આગામી  ડિસેમ્બર માસમાં મળશે






Latest News