મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રોયલ રઘુવંશી ગૃપ દ્વારા રઘુવંશી સમાજ માટે રાસોત્સવનું આયોજન


SHARE









મોરબીમાં રોયલ રઘુવંશી ગૃપ દ્વારા રઘુવંશી સમાજ માટે રાસોત્સવનું આયોજન

મોરબીના રઘુવંશી સમાજમાં સામાજિક, સાંસ્કૃતિક, સેવાકિય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે જાણીતા રોયલ રઘુવંશી ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના રઘુવંશી સમાજ માટે "રોયલ રાસોત્સવ – ૨૦૨૨" નું જાજરમાન આયોજન કરવામાં આવેલ છે.

મોરબીમાં શનિવારે તા ૮ ના રોજ રાસોત્સવ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત સિંગર ગરબા કિંગ રાહુલ મહેતા પોતાની ટીમ સાથે ખેલૈયાઓ માટે સૂર અને સંગીતની રમઝટ બોલાવશે. આ રાસોત્સવનો સમય રાત્રે ૯ વાગ્યા શરૂ કરવામાં આવશે અને પ્રવેશ મેળવનાર પ્રથમ ૧૦૦ થી વધુ ખેલૈયાઓને વહેલા તે પહેલાના ધોરણે સ્યોર ગિફ્ટ આપવામાં આવશે. આ ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં રમનાર ખેલૈયાઓમાંથી વિજેતા ખેલૈયાઓને આકર્ષક ઈનામો આપવામાં આવશે આ કાર્યક્રમમાં પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણવા સમસ્ત મોરબી રઘુવંશી સમાજને આવવા માટે રોયલ રઘુવંશી ગૃપ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. આ કાર્યક્રમ માટેના પાસ પુજારા ટેલિકોમ સરદાર બાગ પાસે શનાળા રોડ, સેલ્યુલર વર્લ્ડ બાપા સિતારામ ચોક પાસે રવાપર રોડ, શ્રીજી કિડ્સ શક્તિ પ્લોટ મેઈન રોડ, શુભ મેચિંગ સેન્ટર મહારાણા પ્રતાપ સર્કલ મોરબી-૨, ભોજાણી સ્ટોર પરા બજાર મોરબી, શ્રી રામ શિંગ સેન્ટર જેલ રોડ, જય જલારામ ટ્રેડિંગ ગાંધી ચોક ખાતે મળશે તેવું આયોજકોએ જણાવ્યુ છે




Latest News