મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળને વધુ એક અકસ્માતના કેસમાં વળતર અપાવવામાં મળી સફળતા


SHARE









મોરબી ગ્રાહક સુરક્ષા મંડળને વધુ એક અકસ્માતના કેસમાં વળતર અપાવવામાં મળી સફળતા

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા મોરબીના રહીશ સંજય બળવંતરાય વ્યાસ ગાડી લઇને મોડપર જતાં હતાં ત્યારે બીલીયા નજીક રોઝડુ આડુ આવતા ગાડી ઉધી પડી ગઇ તેનો વીમો રોયલ સુંદરજી જનરલ ઇન્સ્યુરન્સ સામે કરતાં ગ્રાહક અદાલતે ૪,૬૩,૫૪૧ રૂપિયા સાત ટકાના વ્યાજ સાથે પાંચ હજારના ખર્ચ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.

મોરબીના એહવાસી સંજયભાઇ બળવતરાય વ્યાસ પોતાની ગાડી લઇને દર્શને જતા હતા ત્યાં બીલીયાના રસ્તે રોઝડુ આડે ઉતરતા ગાડી ઉંધી પડી ગયેલ અને નુકશાન થયેલ શોરૂમમાં ગાડી મુકતા ગાડી રીપેર થઇ શકે તેમ ના હોય રોયલ સુંદરમ જનરલ ઇન્સ્યુરન્સમાં દાવો દાખલ કરેલ વીમા કંપનીએ ડ્રાઇવરના બાના હેઠળ સાચા ખોટા કારણો અનુસાર વીમો આપવાની ના પાડેલ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા ઘ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેઇસ દાખલ કરતા ગ્રાહક અદાલતે વીમા કંપનીને ૪,૬૩,૫૪૧ રૂપિયા સાત ટકાના વ્યાજ તા.૫/૪/૨૦૨૨ થી ચુકવવા તેમજ પાંચ હજાર ખર્ચના ચુકવવા આદેશ કરેલ છે.




Latest News