મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતા સાથે પતિની જેમ રહીને આગલા ઘરની પાંચ વર્ષથી બાળકી સાથે દુષ્કર્મ આચરનારા શખ્સની ધરપકડ


SHARE









મોરબીમાં પરિણીતા સાથે પતિની જેમ રહીને આગલા ઘરની પાંચ વર્ષથી બાળકી સાથે દુષ્કર્મ આચરનારા શખ્સની ધરપકડ

 મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનામાં મૂળ મધ્ય પ્રદેશની પરિણીતા બે દીકરીઓ સાથે રહેતી હતી અને તેનો પતિ તેના વતનમાં રહેતો હોય હાલ મોરબી ખાતે પરિણીતાના પતિની જેમ રહેતા મૂળ વઢવાણના શખ્સે પરણીતાની પાંચ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી કરીને ભોગ બનેલ બાળકીની માતાએ મોરબી તાલુકા પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આરોપીને ઝડપી લીધેલ છે
 
બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશની મહિલા પોતાની બે દીકરીઓ સાથે મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીરામીકના કારખાનામાં રહીને મજૂરી કામ કરતી હતી અને તેનો પતિ વતનમાં રહેતો હતો જો કે, આ પરણીતા પોતાની બે દીકરીઓ સાથે કારખાનામાં જે લેબર કવાર્ટરમાં રહેતી હતી ત્યાં મૂળ સુરેન્દ્રનગરના વઢવાણાનો રહેવાસી શખ્સ આ મહિલાની સાથે તેના પત્ની જેમ રહેતો હતો દરમ્યાનમાં પરણીતાની સાથે રહેતા આ શખ્સે પરણીતાની આગલા ઘરની પાંચ વર્ષની દીકરી ઉપર નજર બગાડી હતી અને તેની સાથે જાતીય પ્રવેશ હુમલો કરીને દુષ્કર્મ આચર્યું હતું જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતાએ તેની સાથે પતિની જેમ રહેતા શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથક ખાતે પીઆઈ કે.એ. વાળા દ્વારા દુષ્કર્મ અને પોકાસોની કલમો હેઠળ મૂળ વઢવાણના શખ્સની સામે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી રવીરાજ ઉર્ફે રાજેન્દ્રભાઇ મગનભાઇ થરેશા જાતે કોળી રહે. મેલડીપરા, દિલીપભાઇની દુકાનની સામે વઢવાણ જીલ્લો સુરેન્દ્રનગર હાલ મોરબી તાલુકા વાળાની ધરપકડ કરેલ છે




Latest News