વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારામાં આસુંદ્રીના કાંઠે વાડીની ઓરડી પાસે જુગાર રમતા છ ઝડપાયા


SHARE









ટંકારામાં આસુંદ્રીના કાંઠે વાડીની ઓરડી પાસે જુગાર રમતા છ ઝડપાયા

ટંકારામાં આસુંદ્રીના કાંઠે હનુમાનજી મંદિર પાસે વાડીની નજીક ઓરડીની બહારના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા છ શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૦૧૯૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારામાં આવેલ આસુંદ્રીના કાંઠે હનુમાનજી મંદિર પાસે હીરાલાલ ભાલોડીયાએ ભાગમાં રાખેલ વાડીની પતરાની ઓરડી બહારના ભાગમાં જુગાર રમતા હોવની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા હીરાલાલ ભગવાનજીભાઈ ભાલોડીયા, મનોજભાઈ પ્રાગજીભાઈ ફેફર, અરજણભાઈ રામજીભાઈ કગથરા, રામભાઈ નારણભાઈ ભાણ, પ્રતાપસિંહ અમરસિંહ જાડેજા અને રફીક ઉર્ફે હરિયો આદમભાઈ ફકીર જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૦૧૯૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દારૂની ચાર બોટલ

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે સિલ્વર કોમ્પ્લેક્સમાં આવેલ સત્યમ ઓટો ગેરેજની પાસેથી દારૂની નાની મોટી ચાર બોટલ સાથે કિરણભાઈ મૂળરાજભાઈ આસર જાતે ભાટિયા (ઉંમર ૩૩) રહે. જુના જાંબુડીયા ધર્મસિદ્ધિ સોસાયટી વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી વિશાલ મહેશભાઈ બારોટ રહે. વાવડી રોડ વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News