મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રોપેન ગેસ ચોરીના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઑ જેલ હવાલે


SHARE









મોરબીમાં પ્રોપેન ગેસ ચોરીના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપીઑ જેલ હવાલે

મોરબીના બહાદુરગઢ ગામની સીમમાં ગેસ કટીંગ કરવામાં આવતું હતું ત્યારે રેડ કરવામાં આવી હતી ત્યારે ગેસ ભરેલ ટેન્કર, ખાલી સીલેન્ડર, બોલેરોગાડી, મોબાઇલ ફોન તથા ગેસ કાઢવાના સાધનો મળી કુલ ૨૯,૮૫,૪૨૪ ના મુદામાલ સાથે પોલીસે ત્રણ ઇસમોની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં તે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા સામે આવેલ શેરે પંજાબ હોટલ નજીક અવધ વે બ્રીજ પાછળ બામણકા સીમ જતા રસ્તે ગેસ કટિંગ કરવામાં આવતું હતું ત્યારે એલસીબીની ટીમે રેડ કરી હતી અને ગેસ ભરેલ ટેન્કરમાંથી ગેસનું કટીંગ કરી ગેસનો જથ્થો ગેસના સીલેન્ડરમાં ગેરકાયદેસર ભરી તે કાળા બજારમાં ગેસ સિલિન્ડર વેચવાની પ્રવૃતિ કરતાં રામસીંગ વિજયસીંગ રાઠોડ જાતે દરબાર (૫૮), જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામભાઇ લોખીલા જાતે આહિર (૨૬) અને પ્રદિપ ઉર્ફે લાલો મુળુભાઇ અવાડીયા જાતે આહિર (૩૫)ની ૨૯.૮૫ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે 




Latest News