વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ચોરીના ગુનામાં પકડાયેલા પાંચ આરોપી જેલ હવાલે


SHARE









મોરબીમાં ચોરીના ગુનામાં પકડાયેલા પાંચ આરોપી જેલ હવાલે

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં મંડપ સર્વિસના ગોડાઉનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ગોડાઉનમાંથી મંડપ સર્વિસના કામમાં ઉપયોગમાં લેવામાં આવતી અલગ અલગ ૧,૬૭,૭૫૦ રૂપિયાની કિંમતની ચીજ વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે પાંચ આરોપીને પકડ્યા હતા અને આ પાંચેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં રહેતા પ્રવીણભાઈ હંસરાજભાઈ રંગપરિયા જાતે પટેલ (૪૯) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, તેનું શિવ મંડપ સર્વિસનું ગોડાઉન લાતી પ્લોટ શેરી નં-૨ માં આવેલ છે આ ગોડાઉનના તાળા તોડીને કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ગોડાઉનમાં પડેલ મંડપ સર્વિસમાં ઉપયોગમાં લેવામાં આવતી જુદી જુદી વસ્તુઓમાંથી ૧૬૭૭૫૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેના આધારે પોલીસે હિતેશ દિલીપ પાટડીયા જાતે કોળી, આકાશ મનોજભાઈ હામેણીયા જાતે દેવીપુજક, અજય સવજી કુંઢીયા જાતે દેવીપુજક, હજી મુસાભાઈ કુરેશી જાતે મુસ્લિમ અને આસિફ હમીદભાઈ શેખ જાતે સિપાઈની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News