મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમજીનગરમાં માતા-પિતાના ઝઘડાનું લાગી આવતા યુવતીએ ફિનાઇલ પીધું


SHARE









મોરબીમાં પ્રેમજીનગરમાં માતા-પિતાના ઝઘડાનું લાગી આવતા યુવતીએ ફિનાઇલ પીધું

મોરબી નજીકના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતી યુવતીએ ફિનાઇલ પી લેતા તેને સારવાર ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવ સંદર્ભે ચોકાવનારી માહિતી સામે આવી હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા મણીભાઈ ગેડિયાની ૨૦ વર્ષની દીકરી કોમલબેને પોતાના ઘરેથી ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં બનાવની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મણીભાઈ ગામેતી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે માતા-પિતાના ઝઘડાના લીધે કંટાળીને કોમલબેન ગેડીયાએ પોતાની જાતે ફીનાઇલ પી લીધું હોવાનું જાણવા મળેલ છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કુબેર સિનેમા નજીક આવેલ લક્ષ્મીનગરમાં રહેતા જયદીપભાઇ રામજીભાઈ ચાવડા (૨૫) પસાર થતા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવવામાં તેને ઇજાઓ થઇ હોવાથી જયદીપભાઇને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીમાં માળિયા ફાટક ચોકડી નજીક સર્કિટ હાઉસ પાસે એકટીવામાં જતા કૌશલબેન રજાકભાઈ સંધિ (૨૭) રહે. મોરબી વાળાના એકટીવાને બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કૌશલબેનને ઇજાઓ થઇ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે




Latest News