વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ પાસે ગેસ કટીંગ સમયે જ રેડ: વાહનો-ગેસ છોડીને આરોપીઓ ફરાર, ૨૯.૯૮ લાખનો મુદામાલ કબ્જે


SHARE









મોરબીના નાગડાવાસ પાસે ગેસ કટીંગ સમયે જ રેડ: વાહનો-ગેસ છોડીને આરોપીઓ ફરાર, ૨૯.૯૮ લાખનો મુદામાલ કબ્જે

મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે સર્વિસ રોડની બાજુમાં આવેલ ખેતરમાં ગેસ કટિંગ કરવામાં આવે છે તેવી બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે ગેરકાયદેસર ગેસ કટીંગના કૌભાંડનો પર્દાફાસ થયો હતો અને પોલીસે ત્યાંથી ૨૯.૯૮  લાખનો મુદામાલ કબ્જે કરેલ છે

મોરબી જીલ્લામાં અગાઉ બે વખત ગેસ કટિંગ કૌભાંડ પકડવામાં આવેલ છે ત્યાર બાદ આજે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વી.જી.જેઠવાએ સ્ટાફ કામ કરે છે ત્યારે પીએસઆઈ વી.જી.જેઠવાને મળેલ બાતમી આધારે પોલીસે મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે સર્વિસ રોડની બાજુમાં દેવરાજભાઇ સુખાભાઇ બરારીયાના ખેતરમાં રેડ કરી હતી ત્યારે ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ કાઢવાની પ્રક્રિયા ચાલુ હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે રેઇડ કરતા ટેન્કર ચાલક તથા અન્ય ઇસમો રાત્રીના અંધારાનો તથા ખુલ્લા ખેતરનો લાભ લઇ વાહનો મુકી નાસી ગયા હતા

જો કે, પોલીસે ટેન્કર નં. જીજે ૧૨ ૨ ૯૮૧૫ માંથી રબ્બરની બંને બાજુ વાલ્વ વાળી પાઇપ મારફતે ગેસના સિલીન્ડરો ભરતા હોવાની જોવા મળ્યું હતું જેથી પોલીસે ૨૯,૯૮,૪૭૪ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી ટેન્કર નં. જીજે ૧૨ ઝેડ ૯૮૧૫, મારૂતિ ઓમની કાર નં. જીજે ૩ એવી ૪૭૦૯, ટાટા એન્ટ્રા કાર નં. જીજે ૩ બીડબલ્યુ ૭૩૦૬, મોટર સાયકલ નં. જીજે ૩ એસ ૮૬૧૧ ના ચાલકની સામે ગુનો નોંધવામ આવેલ છે અને ઉપરોકત ત્મામાં વાહનો તેમજ ગેસના ટેંકમાં ભરેલ આશરે ૧૪.૫૨૦ મેટ્રિક ટન કોર્મશીયલ પ્રોપેન ગેસ જેની ૧૦,૩૨,૭૪૭ સહિત પોલીસે કુલ ૨૯,૯૮,૪૭૪ નો મુદ્દામાલ કબજે કરેલ છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ પીએસઆઈ વી.જી. જેઠવા, જયદેવસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, અરવિંદભાઇ મકવાણા, રમેશભાઇ મુંધવા, કેતનભાઇ અજાણા સહિતના દ્વારા કરવામાં આવી હતી




Latest News