વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર ફ્લોરાની સાઈટમાં ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા દોઢ વર્ષની બાળકીનું મોત


SHARE









મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર અક્ષર સીટી ફલોરામાં બાંધકામ ચાલી રહ્યું છે દરમિયાન ટ્રેક્ટરના ચાલકે ત્યાં રમી રહેલ શ્રમિકની દોઢ વર્ષની દીકરીને હડફેટ લીધી હતી જેથી કરીને તેને માથામાં ગંભીર થતા બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું અને અકસ્માત સર્જીને ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતક બાળકીના પિતાની ફરિયાદ લઈને ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવવાની જાણવા મળતી વિગત મુજબ મૂળ એમપીના જામવા જિલ્લાના અગ્રાલ ગામના રહેવાસી અને હાલમાં મોરબીની પંચાસર ચોકડી પાસે મહાવીર નગર નજીક દોશી સ્કૂલની સામે રહેતા રવિન્દ્રભાઈ લાલચંદભાઈ ખંડેળા જાતે આદિવાસી (ઉંમર વર્ષ 25) એ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર નંબર જીજે 17 બીએન 1740 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર અક્ષર સીટી ફ્લોરા સાઈટ ઉપર બાંધકામની કામગીરી ચાલી રહી છે ત્યારે તેઓની દીકરી આરોહી (ઉંમર 1.5) ત્યાં રમતી હતી દરમ્યાન ટ્રેકટર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને અચાનક ટર્ન લીધો હતો અને ત્યારે ફરિયાદી રવિન્દ્રભાઈની દીકરીને ટ્રેક્ટર માં જોડેલ ટ્રોલીથી હડફેટે લીધી હતી અને ત્યારે આરોહીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત સર્જીને ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો. હાલમાં મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News