વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી પાસેથી બોટલ અને બિયરનો જથ્થો ભરેલા ટ્રક સાથે પકડાયેલા આરોપીના ૨૧ મી સુધીના રિમાન્ડ મંજૂર


SHARE









માળીયા (મી)ના ખાખરેચી પાસેથી બોટલ અને બિયરનો જથ્થો ભરેલા ટ્રક સાથે પકડાયેલા આરોપીના ૨૧ મી સુધીના રિમાન્ડ મંજૂર

મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં ખાખરેચી ગામની સીમમાં અણીયારી ટોલનાકા પાસેથી પોલીસે વાસના બાંબુ આડમાં ખોટી બીલ્ટી, ઇ-વેબીલ, તથા ઇનવોઇસ બીલ બનાવી દારૂ અને બિયરના જથ્થાને લઈ જતાં હોવાનો પર્દાફાશ કરેલ છે અને હાલમાં પોલીસે ૫૦૫૨ બોટલ દારૂ અને ૨૮૮૦ નંગ બિયરના ટીન સહિત કુલ ૩૩.૬૬ લાખથી વધુનો મુદામાલ કબજે કરેલ છે અને ટ્રક ડ્રાઇવરને પકડીને માળીયા મિયાણાં પોલીસ સ્ટેશને ટ્રક ડ્રાઈવર, ટ્રકના માલિક તેમજ માલ ભરી આપનાર સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને ડ્રાઇવરને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ૨૧ મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરીને પોલીસે આરોપીને સાથે રાખીને અન્ય આરોપીઓને પકડવા માટે તપાસને રાજસ્થાનના બડમેર સુધી લંબાવી છે

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેની સાથોસાથ દિવાળીના તહેવારો પણ આવી રહ્યા છે જેથી કરીને પ્યાસીઓને માલ પહોચડવા માટે બુટલેગરો દ્વારા યેનકેન પ્રકારે ગુજરાતમાં દારૂ લઈ આવવામાં આવે છે તે હકકીત છે તેવામાં હળવદ માળીયા હાઇવે રોડ ખાખરેચી ગામની સીમમાં અણીયારી ટોલનાકા પાસે થોડા દિવસો પહેલા એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે ટ્રક નં. જીજે ૬ વિવિ ૮૬૯૯ માં વાસના બાંબુ આડમાં ખોટી બીલ્ટી, ઇ-વેબીલ, તથા ઇનવોઇસ બીલ બનાવી અને તે ખોટી હોવાનું જાણવા હતી તો પણ તેનો ખરા તરીકે ઉપયોગ કરીને ટ્રકમા ચોર ખાનું બનાવીને તેમાં દારૂ બિયરનો જથ્થો મોરબી જીલ્લામાં લઈને આવતા હોવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને પોલીસે જુદીજુદી ૫૦૫૨ દારૂની બોટલ તેમજ ૨૮૮૦ બિયરના રિનને કબજે કર્યા હતા તેમજ એક મોબાઇલ, રોકડા ૧૪,૬૪૦ તથા ૧૨,૦૦,૦૦૦ની ગાડી અને બીલ્ટી, ડ્રાઇવીંગ લાયસન્સ, એ.ટી.એમ. વિગેરે મળીને પોલીસે ૩૩,૬૬,૪૪૦ ના ના મુદામાલ સાથે ટ્રક જીજે ૬ વિવિ ૮૬૯૯ ના ડ્રાઇવર સોનારામ દુદારામ કડવાસરા જાતે જાટ (૨૮) રહે. આગોર ગામ, થાણુ ચોહટન જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ હતી અને માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ડ્રાઈવર તેમજ માલ ભરી આપનારા શ્રવણરામ મઘારામ જાટ રહે. બાયતુ જિલ્લો બાડમેર અને માલ મોકલનાર ટ્રક માલીક અરવિંદજી જાટ રહે. જોધપુર રાજસ્થાન વાળાની સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને હાલમાં પકડાયેલા ટ્રક ડ્રાઈવરને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના તા ૨૧ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે અને જેથી કરીને પોલીસ આરોપીને સાથે રાખીને તપાસ માટે હાલમાં બડમેર પહોચી છે




Latest News