મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ પાસે ચાલુ ટ્રકમાંથી નીકળેલ ટાયર એક્ટિવા સાથે અથડાતાં યુવાનનું મોત


SHARE









મોરબીના નાગડાવાસ પાસે ચાલુ ટ્રકમાંથી નીકળેલ ટાયર એક્ટિવા સાથે અથડાતાં યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ નાગડાવાસ ગામના પાટીયા પાસેથી એકટીવા લઈને પસાર થઈ રહેલા યુવાનના એકટીવા સાથે ત્યાંથી પસાર થતાં ટ્રકમાંથી નીકળેલ ટાયર અથડાયું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને એકટીવા લઈને જઈ રહેલા યુવાનને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને તે યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ટ્રક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા નિમેષભાઈ ખીમજીભાઇ વડગામા જાતે મિસ્ત્રી (ઉંમર ૩૬) એ હાલમાં અજાણ્યા ટ્રક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણ જણાવ્યું છે કે ગત તા.૧૪ ના રોજ બપોરના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં તેનો ભાઈ કૌશિકભાઇ ખીમજીભાઇ વડગામા (ઉંમર ૩૯) માળીયા તાલુકાના વાધરવા ગામે કામ સબબ ગયા હતા અને ત્યાંથી તેઓ ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે તેઓના એકટીવા નંબર જીજે ૩૬ એલ ૩૦૨૦ ની સાથે મોરબી માળિયા હાઇવે ઉપર નાગડાવાસ ગામના પાટીયા પાસેથી પસાર થયેલા અજાણ્યા ટ્રકમાંથી વ્હીલ નીકળીને એક્ટિવા સાથે અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને કૌશિકભાઇ વડગામાને માથા, પગ અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી જેથી તેને સારવારમાં લઈને ગયા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News