વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદ-વ્યાજ સહીત વળતર આપવાનો હુકમ


SHARE









મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદ-વ્યાજ સહીત વળતર આપવાનો હુકમ

મોરબીની કોર્ટે ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને વ્યાજ સહીત વળતર આપવાનો હુકમ કર્યો છે

મો૨બીની કોર્ટમાં ચાલી ગયેલા હકિક્ત એવી હતી કે ફરીયાદી ૨મેશભાઈ વિઠલભાઈ કાસુન્દ્રા જે સપના માર્કેટીંગના ઓથોરાઈઝડ છે જેઓને આરોપી સોનુભાઈ બીજમોહનભાઈ ચોરસીયાએ જય મોગલ સીરામીક એન્ડ હાર્ડવેરના ઓથોરાઈઝડ સાથે ધંધાકીય સબંધ હોય આરોપીએ “ સપના માર્કેટીંગ" પાસેથી ઉધારમાં ગ્લેઝ ટાઈલ્સની ખરીદી કરેલ હતી જે ઉધાર માલની લેણી રકમ પેટે આરોપી સોનુભાઈ બીજમોહનભાઈ ચોરસીયાએ જય મોગલ સીરામીક એન્ડ હર્ડવેરના ઓથોરાઈઝડ દ૨જે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાનો ચેક સહી કરીને ફરીયાદીને ઉધાર માલની લેણી રકમ પેટે આપ્યો હતો જે ચેક બેન્કમાં રજુ કરતા "ફંડ ઈન્સીફીસયન્ટ" ના લીધે રિટર્ન થયો હતો જેથી ફરીયાદીએ તેઓની લેણી રકમ માટે આરોપીને લીગલ નોટીસ આપેલ હતી તેમ છતા આરોપીએ ફરીયાદીની કાયદેસરની લેણી રકમ પરત નહી આપતા ફરીયાદીએ મોરબીની કોર્ટમાં આરોપી વીરૂધ્ધ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ કરી હતી અને ફરીયાદી તરફે એડવોકેટ અમીત વી. ડાભી તથા એસ.ટી. પટેલ રોકાયેલ હતા આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને એક વર્ષની સાદી કેદ તથા વ્યાજ સહીત વળતર આપવાનો હુકમ કરવામાં આવેલ છે 




Latest News