વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ-શિક્ષકોએ જરૂરિયાતમંદ પરીવારો સાથે કરી દિવાળીની અલગ ઉજવણી


SHARE









મોરબી નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ-શિક્ષકોએ જરૂરિયાતમંદ પરીવારો સાથે કરી દિવાળીની અલગ ઉજવણી

દિવાળીનો તહેવાર એટલે ખુશાલીનો તહેવાર દિવાળીના દિવસોમાં લોકો નવા કપડાની ખરીદી કરે, મીઠાઇઓ વહેચે, ઘરોને રોશનીથી સજાવી એકબીજાની સાથે ખુશીઓ વહેચી  હર્ષાઉલ્લાસથી તહેવાર ઉજવતા હોય છે. પરંતુ જરૂરિયાતમંદ મજૂરી કરતા પરીવારોના ઘરોમાં કયારેય દિવાળી આવતી નથી તો આ પરીવારોમાં પણ દિવાળી જેવી ખુશીઓ આવે એવા વિચાર માત્રથી પ્રેરાય નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ આ વર્ષે દિવાળીની ઉજવણી કઈક અલગ રીતે કરવાનું નક્કી કર્યુ હતું અને દરેક વિદ્યાર્થી પોતાના ઘરેથી જૂના કપડા, બૂટ-ચપલ, જૂના વાસણો, રમકડા, સ્ટેશનરી આઇટમો વગેરે જેવી વસ્તુઓ સ્કૂલે ભેગી કરી તેનું સોર્ટિંગ કરી વિદ્યાર્થી અને શિક્ષકોની ટીમ બનાવી મોરબી શહેરના વિવિધ ઝૂપડપટ્ટી વિસ્તારમાં 300 થી વઘારે પરીવારોને વસ્તુઓ પહોચાડી તેમની ખુશાલીમાં ખુશ થઈ દિવાળીની અનોખી ઉજવણી કરી હતી તેમજ શિક્ષકોએ પોતાનું ફંડ એકઠું કરી તેની મીઠાઇ/ફરસાણ બનાવીને તેનું બોક્ષ પેકિંગ કરી જરૂરિયાતમંદ પરીવારોની સાથે મીઠાઈનું વિતરણ કરી ખરા અર્થમાં તહેવારની ઉજવણી કરી હતી અને વિદ્યાર્થી અને શિક્ષકોએ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું હતું અને બદલ નાલંદા વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી બી.એ. ગામી તમામ વિદ્યાર્થી સહિત અભિયાનને સફળ બનાવવા માટે વાલીઓ સહિત તમામને અભિનંદન પાઠવ્યા છે.




Latest News