મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક યુનિટમાં રિવર્સમાં આવી રહેલ ટ્રક અને દિવાલની વચ્ચે દબાઈ જતા ભાણાના હાથે મામાનું મોત


SHARE









મોરબીના સિરામિક યુનિટમાં રિવર્સમાં આવી રહેલ ટ્રક અને દિવાલની વચ્ચે દબાઈ જતા ભાણાના હાથે મામાનું મોત

મોરબી જિલ્લામાં છાશવારે વાહન અકસ્માતના બનાવો બને છે જેમાં લોકોના મોત નિપજતા હોય છે.આવો જ વધુ એક ગોજારો વાહન અકસ્માતનો બનાવ મોરબીમાં બન્યો છે જેમાં મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે સિરામિક યુનિટના લોડિંગ પોઈન્ટ નજીક વાહન રીવર્સમાં લેવડાવી રહેલ યુવાન (કલીનર) ટ્રક અને દિવાલની વચ્ચે દબાઈ જતા તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ હાઇવે ઉપર નીચી માંડલ ગામની પાસે આવેલા સીમ્પેરો સીરામીક નામના યુનિટમાં લોડિંગ પોઇન્ટ ઉપર ટાઇલ્સ ભરવા માટે ટ્રક કન્ટેનર નંબર જીજે ૧૨ એડી ૮૩૪૪ ના ચાલક વિરેન્દ્ર નાગેશ્વર મહતો જાતે મુનીયા રહે.હાલ નાના કપાયા તાલુકો મુન્દ્રા જીલ્લો કચ્છ મૂળ બિહાર વાળાએ પોતાનું વાહન રીવર્સમાં લેતા સમયે પાછળ ધ્યાન રાખ્યા વગર પુર ઝડપે કન્ટેનર રિવર્સમાં લેતા વાહન રીવર્સમાં લેવડાવી રહેલ રાજેશકુમાર કિશુન્દેવ મહતો જાતે મુનિયા (ઉમર ૪૭) રહે.કોઇરીયા નિઝામન જિલ્લો મુજફરપુર બિહાર કે જે ટ્રકમાં કલીનર તકીકે કામ કરેતો હતો અને ટ્રક ચાલક વિરેન્દ્ર મહતોના સગા મામા થાય છે તેઓ ટ્રક અને દીવાલની વચ્ચે દબાઈ જતા પેટના ભાગે થયેલ ગંભીર ઇજાના લીધે રાજેશકુમાર મહતોનું મોત નીપજ્યું હતું. જેથી કરીને રાજેશકુમાર મહંતોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યું હતું અને બનાવની જાણ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી આ અકસ્માતના બનાવમાં શ્રીદેવેન્દ્ર નાગેશ્વર મહંતો જાતે મુનિયા (૩૬) રહે. નાના કપાયા મુન્દ્રા કચ્છ મૂળ બિહાર વાળાએ અકસ્માત સર્જના ટ્રક કન્ટેનર નં. જીજે ૧૨ એડી ૮૩૪૪ ના ચાલક વિરેન્દ્ર નાગેશ્વર મહંતો હાલ રહે. નાના કપાયા કચ્છ મૂળ બિહાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ અજમેરી દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ફરિયાદી શ્રીદેવેન્દ્ર અને ટ્રક ચાલક આરોપી વિરેન્દ્ર બંને સગા ભાઈ છે અને જે મૃતક છે રાજેશકુમાર મહંતો તે બંનેના મામા થતા હતા અને કલીનર તરીકે કામ કરતા હતા દરમિયાનમાં વિરેન્દ્ર દ્વારા પાછળ ધ્યાન રાખ્યા વિના કન્ટેનર રિવર્સમાં લેવામાં આવતા ક્લીનર તરીકે કામ કરતા સગા મામા રાજેશકુમારનું મોત નીપજયું હતું જેથી મામાના મોત સંદર્ભે મોટાભાઈ શ્રીદેવેન્દ્ર નાગેશ્વર મહંતોએ પોતાના જ નાનાભાઈ વિરેન્દ્ર નાગેશ્વર મહંતો સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના જુના બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં આવેલ મચ્છીપીઠમાં રહેતા હીનાબેન અનવરભાઈ મોવર નામની ૨૩ વર્ષીય મહિલાને તેના ઘેર મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા સારવાર લીધા બાદ હીનાબેન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા એ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે. તેમજ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા કિશન દીપકભાઈ હિન્દુકિયા નામના ૨૫ વર્ષીય યુવાનને હળવદના વેગડવાવ ગામે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

સાપ કરડી જતા સારવારમાં

જામનગરના જોડિયા તાલુકામાં આવેલ અંબાલા ગામે દેવજીભાઈની વાડીએ કામ દરમિયાન સાપ કરડી જતા રાયસીંગભાઇ મંગળસિંગ સગાડીયા નામના ૧૬ વર્ષીય યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના નવા રાયસંગપર ગામે મોડી રાત્રીના થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ શંકરભાઈ નથુભાઈ કણજારીયા નામના ૪૨ વર્ષના યુવાનને પણ અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબી તાલુકાના હજનાળી ગામના સંજય રમેશભાઈ ધંધુકિયા નામના ૩૬ વર્ષના યુવાનને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.






Latest News