મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

હળવદમાં લેવાના નીકળતા રૂપિયાની માંગણી કરનારા યુવાનને બે શખ્સોએ મારમાર્યો


SHARE









હળવદમાં લેવાના નીકળતા રૂપિયાની માંગણી કરનારા યુવાનને બે શખ્સોએ મારમાર્યો

હળવદ શહેરની સરા ચોકડી પાસે યુવાને બેકરીના ધંધા બાબતે લેવાના નીકળતા રૂપિયાની માંગણી કરતા ઉશ્કેરાઈ ગયેલા બે સગા ભાઈઓ દ્વારા તેને પાઇપ વડે અને ઢીકા પાટીનો માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તેણે બે ભાઈઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં નરશીપરા કોલેજ રોડ ઉપર રહેતા દીપકભાઈ ઘનશ્યામભાઈ દલવાડી (૨૭) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દયારામભાઈ જસરાજભાઈ કંઝારીયા અને ઘનશ્યામભાઈ જસરાજભાઈ કંઝારીયા રહે. બંને નવા વેગડવાવ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે અને જેમાં તેણે જણાવ્યુ છે કે, હળવદની સરા ચોકડીથી સરા ગામ તરફ જવાના રસ્તા ઉપર પતંજલિ સ્કૂલ પાસે તે હતો ત્યારે તેણે આરોપી દયારામભાઈ પાસેથી બેકરીના ધંધા બાબતના રૂપિયા લેવાના નીકળતા હોય તે રૂપિયાની માંગણી કરી હતી જે બાબતે ઉશ્કેરાઈ જઈને દયારામભાઇના ભાઈ ઘનશ્યામભાઈએ પોતાના હાથમાં રહેલ પાઈપ જેવું હથિયાર ફરિયાદી યુવાનને માથામાં માર્યું હતું અને આરોપી દયારામભાઈએ તેને ઢીકા પાટુનો માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ દીપકભાઈ દલવાડીએ સારવાર લીધા બાદ હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે દયારામભાઈ અને ઘનશ્યામભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News