વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ગ્રામજનોની જીત : મોરબીના પાનેલી ગામે નવું ગામતળ મંજૂર


SHARE









ગ્રામજનોની જીત: મોરબીના પાનેલી ગામે નવું ગામતળ મંજૂર

મોરબીના પાનેલી ગામે ગ્રામ સભામા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને પોતાના હક્ક માટે લોકોમાં અભુતપૂર્વ જાગૃતિ જોવા મળી હતી અને આ ગામના લોકો માટે ગામતળ મંજૂર કરાવવા માટે ગામના લોકોએ ગામના સરપંચ ગૌતમભાઈ હડિયલને તમામ સહયોગ આપવાની ખાતરી આપેલ હતી તેવામાં નવું ગામતળ મંજૂર કરી દેવામાં આવ્યું  છે જેથી કરીને ગામના લોકોમાં હર્ષની લાગણી છે. 

સરપંચે જણાવ્યુ હતું કે, છેલ્લા બે દિવસથી સાંસદ મોહનભાઈ કુંડારીયાને સમસ્ત પાનેલી ગામની ગામતળ માટેની માંગણી અને રજુઆત કરવામાં આવી હતી અને આ સફળ રજુઆતને ધ્યાને રાખીને જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ દ્વારા પ્રાંત અધિકારી, સર્કલ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી બધા જ એકબીજા સાથે સંકલન કરીને ગામતળ મંજૂર કરતો હુકમ કરીને રૂબરૂ પાનેલી ગ્રામ પંચાયતે આવીને સરપંચ ગૌતમભાઈ હડિયલને હાથોહાથ તેનો હુકમ આપવામાં આવેલ છે જેથી સમસ્ત પાનેલી ગ્રામજનો તથા મોહનભાઈ કુંડારીયા, કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર તથા સર્કલ ઓફિસરનો સરપંચ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.




Latest News