વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડરે જવાનો સાથે સતત પાંચમા વર્ષે મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા દિવાળીના પર્વની ઉજવણી કરાઇ


SHARE









મોરબી જિલ્લામાં કોમર્સ અને મેનેજમેન્ટ ક્ષેત્રે અગ્રણી અને અગ્રેસર એવી પી.જી પટેલ કોલેજ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દિવાળીના મહાપર્વની ઉજવણી કચ્છ ખાતે આવેલી ભારત-પાકિસ્તાન સરહદ પર તેનાત સૈનિકોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરીને અનોખી રીતે કરવામાં આવે છે. મોરબીની પી.જી. પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈની પ્રેરણાથી આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ આ વર્ષે પણ દિવાળીના મહાપર્વની 'અસ્મિતા પર્વ' તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દિવાળીના દિવસે પણ પોતાના પરિવારથી દૂર રહીને આપણા વીર જવાનો દેશના સીમાડાની રક્ષા કાજે દિવસ-રાત તૈનાત હોય છે. તેમને પારિવારિક હૂંફ અને લાગણીનો અનુભવ થાય, તેમજ તેમના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાગરૂપે શુદ્ધ ઘીના અડદીયા અને નમકીન દિવાળીના દિવસે જ કચ્છ ખાતે આવેલ ભારત-પાકિસ્તાન સરહદે ફરજ બજાવતા આપણા વીર જવાનોને હાથો-હાથ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ભગીરથ કાર્યમાં દર વર્ષની જેમ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સિંહ ફાળો રહ્યો હતો , સાથે સાથે કોલેજ સ્ટાફ, મોરબીના ઉદ્યોગપતિ, મિત્ર વર્તુળ તેમજ અન્ય કોઈ પણ માધ્યમથી મદદ કરનાર તમામ લોકોનો સંશ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




Latest News