વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે કેવી રીતે લેવાશે ભાજપની સેન્સ ?: કોણ આવશે સેન્સ લેવા ?


SHARE









મોરબી જિલ્લામાં આવતી ગુજરાત વિધાનસભાની ત્રણ બેઠક માટે તા. 28 ના રોજ લજાઈ નજીક આવેલ એલિટ સ્કૂલ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે અને તેના માટે થઈને ગુજરાતના મંત્રી સહિત ત્રણ પદાધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે અને આ સેન્સ પ્રક્રિયામાં સવારે ટંકારા, બપોરે વાંકાનેર અને સાંજે મોરબી માળિયા બેઠકના ટિકિટના સંભવિત દાવેદારોની સેન્સ લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે

ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવે તેની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ગુજરાતમાં પ્રદેશ ભાજપ દ્વારા દરેક વિધાનસભા બેઠક ઉપર સેન્સ લેવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે અને તેના ભાગરૂપે આગામી તા. 28 ના રોજ મોરબીમાં આવતી વિધાનસભાની મોરબી માળિયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક માટે સેન્સ લેવામાં આવનાર છે તેના માટે પ્રદેશ ભાજપમાંથી ત્રણ પદ અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના મંત્રી આર.સી. મકવાણા, ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રભારી હર્ષદભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મંત્રી અલકાબેન મોદીને મોરબી જિલ્લાની ત્રણેય બેઠક માટે સેન્સ લેવા માટે મોકલવામાં આવશે

મોરબી જિલ્લામાં આવતી ત્રણેય વિધાનસભા બેઠક માટે જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તેના માટે થઈને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા સાથે તેઓએ વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે તા. 28 ના રોજ એલિટ સ્કૂલ ખાતે ભાજપની ટિકિટ માટેના સંભવિત દાવેદારોની સેન્સ લેવામાં આવશે જેમાં સવારે 10 થી 12 દરમિયાન ટંકારા પડધરી, બપોરે 2 થી 4 દરમિયાન વાંકાનેર કુવાડવા અને સાંજે 4 થી 6 દરમિયાન મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે સેન્સ લેવામાં આવશે અને આ સેન્સ પ્રક્રિયા માટે અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે તેવું પણ ભાજપના આગેવાન પાસેથી જાણવા મળ્યું છે




Latest News