મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના માધાપરમાં ફાયરિંગના ગુનામાં એક આરોપીની ધરપકડ, કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકિશોરની પૂછપરછ કરાઇ


SHARE









મોરબીના માધાપરમાં ફાયરિંગના ગુનામાં એક આરોપીની ધરપકડ, કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકિશોરની પૂછપરછ કરાઇ

મોરબીના માધાપરા શેરી નં- ૧૯ માં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી ત્યારે ગાળો આપનાર શખ્સોને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સો દ્વારા અન્ય ત્રણ શખ્સોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને છ શખ્સો દ્વારા ગાળો આપીને ઝઘડો કરવામાં આવ્યો હતો ત્યારે તે છ પૈકીના એક શખ્સે તેની પાસે રહેલ પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યા હતા અને જાનથી મારી નાખવાની વૃદ્ધને ધમકી આપવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે હાલમાં આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના અંબિકા રોડ ઉપર ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થયેલ હતી અને ત્યારે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ત્યાં રહેતા પાલિકાના પુર્વ કર્મચારી સંગ્રામસિંહ જોરુભા જાડેજા જાતે દરબાર (ઉંમર ૬૫) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિશન પ્રહલાદભાઈ કોળી રહે ત્રાજપર, તુલસી હસમુખભાઈ કોળી રહે. રાજનગર પંચાસર રોડ સહિત કુલ મળીને છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી તેમાં જણાવ્યુ હતું કે, તા.૨૬ ના રોજ રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં કિસન તેમજ ત્યાં રહેતા આરોપીઓ ફટાકડા ફોડવા બાબતે ફરીયાદીના પૌત્ર અને દીકરાની પત્ની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને ઝઘડો કર્યો હતો ત્યારે ગાળો આપવાની ના કહેતા ત્રણેય આરોપીઓએ તેના સંબંધોને તેમના ઘરે બોલાવ્યા હતા થોડીવારમાં અન્ય ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને તે પૈકીના તુલસી હસમુખભાઈ કોળી નામના શખ્સે તેની પાસે રહેલ પિસ્તોલમાંથી મારી નાખવાના ઇરાદે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને વૃદ્ધને મુકો મારીને ઇજા કરી હતી ત્યારબાદ આરોપીઓ સ્થળ ઉપરથી પોતાના બાઈક લઈને નાસી ગયા હતા જોકે જતા સમયે આરોપીઓએ ફરિયાદીને એવી ધમકી આપી હતી કે “આજે તો તું બચી ગયો છું હવે પછી ક્યાંક ભેગો થઈશ તો જાનથી મારી નાખીશ” જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સો ની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં બે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને હાલમાં આરોપી વિષ્ણુ ઉર્ફે કિશન પ્રહલાદભાઈ કોળી રહે. ત્રાજપર વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હજુ ફાયરિંગ કરનારા તુલસી હસમુખભાઈ કોળી નામના શખ્સ સહિત ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે




Latest News