મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં તા.૩૧ ના એકતા દિવસ અન્વયે  ૧૦૦ જગ્યાએ એકતા દોડનું આયોજન :  કલેકટર  જી.ટી.પંડ્યા


SHARE









મોરબીમાં તા.૩૧ ના એકતા દિવસ અન્વયે  ૧૦૦ જગ્યાએ એકતા દોડનું આયોજન :  કલેકટર  જી.ટી.પંડ્યા

એકતા દિવસ અન્વયે ૩૧ તારીખે યોજાનાર એકતા દોડના કાર્યક્રમના સુચારૂ આયોજન માટે કલેકટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કલેકટરએ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ખૂબ સારો બને તે માટે વ્યવસ્થિત આયોજન કરવા માટે સૂચનો કર્યા હતા.વધુમાં તાલુકા કક્ષાએ પણ નોડલની નિમણૂક કરી સુચારૂ આયોજન કરવા તેમજ બેનરની પણ યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.આ કાર્યક્રમ અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે વિગતે માહિતી આપી હતી.એકતા દિવસ અન્વયે સમગ્ર જિલ્લામાં ૧૦૦ જગ્યાએ કાર્યક્રમો યોજાનાર છે.જે અન્વયે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોરબી ખાતે સ્વામિનારાયણ મંદિર સામે સરદાર પટેલના સ્ટેચ્યુથી માર્કેટયાર્ડ સુધીના રૂટ ઉપર સવારે ૭ કલાકે યોજાશે.

આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કલેકટરએ નિવૃત આર્મીમેનો તેમજ મોરબી શહેરની જનતાએ સફેદ ટી-શર્ટ તેમજ લોઅર્સમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ.શેરશીયા, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News