વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ખાડાએ ભોગ લીધો: મોરબીના સોખડા ગામ પાસે હાઈવેના ખાડાના લીધે અકસ્માત, માતાજીનાં દર્શન કરીને ઘરે જતાં બે યુવાનના મોત


SHARE









ખાડાએ ભોગ લીધો: મોરબીના સોખડા ગામ પાસે હાઈવેના ખાડાના લીધે અકસ્માત, માતાજીનાં દર્શન કરીને ઘરે જતાં બે યુવાનના મોત

મોરબી માળિયા વચ્ચેથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર અનેક જગ્યાએ મસ્ત મોટા ખાડા છે જે ઘણી વખત નાના-મોટા અકસ્માત સર્જે છે આટલું જ નહીં પરંતુ જીવલેણ અકસ્માત પણ આ ખાડાને લીધે સર્જાતા હોય છે આવો જ એક બનાવ મોરબી તાલુકાનાં સોખડા ગામના પાટીયા પાસે બન્યો હતો જ્યાં માતાજીનાં દર્શન કરીને માળિયા બાજુથી મોરબી તરફ ડબલ સવારી બાઈકમાં ઘરે આવી રહેલ યુવાનોનું બાઈક ખાડામાં ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બે આશાસ્પદ યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી તે બંનેના મોત નીપજ્યા હતા હાલમાં આ બનાવ સંદર્ભે બાઇક ચાલકના માસીના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આવેલ જામવાડીના રહેવાસી ગોપાલભાઈ ગભુભાઈ સભાડ (ઉંમર ૧૮) તેમજ રાહુલભાઈ રઘુભાઈ બોળીયા (ઉમર ૧૭) બંને મિત્રો બાઈક લઈને કચ્છમાં મોમાઈ મોરા માતાજીના દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી દર્શન કરીને તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે માળિયા કચ્છ હાઇવે ઉપર આવેલ સોખડા ગામના પાટીયા પાસેથી તેનું બાઈક પસાર થતું હતું ત્યારે રસ્તા વચ્ચેના ખાડામાં બાઈક પડતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનો રોડ ઉપર પટકાયા હતા જેથી તે બંનેને મોઢા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને ગંભીર ઇજાઓ થવાના કારણે બાઇક ચાલક ગોપાલભાઈ સભાળ અને તેની પાછળ બેઠેલ રાહુલભાઈ બોળીયા બંનેના મોત નિપજ્યાં હતા આ બનાવ સંદર્ભે મૃતકના માસીના દીકરા રાણાભાઇ ગોકળભાઇ સોહલા જાતે ભરવાડ (ઉમર ૨૨) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News