વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: ૧૩ જુગારી ૩૦૫૭૦ ની રોકડ સાથે પકડાયા


SHARE









મોરબી-વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: ૧૩ જુગારી ૩૦૫૭૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી અને વાંકાનેરમાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી અને ત્રણ રેડ દરમિયાન પોલીસે જુગાર રમતા ત્રણ મહિલા સહિત કુલ મળીને ૧૩ જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને તેની પાસેથી ૩૦૫૭૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુના નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેરના નવાપરા સો-વારીયા પટ્ટામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર જુગાર રમતા રામજીભાઈ શામજીભાઈ દેકાવાડિયા, અજયભાઈ પ્રેમજીભાઈ બાવળીયા, રમેશભાઈ કાનજીભાઈ સારલા, દિનેશભાઈ અમરશીભાઈ ઝાલા, કાનજીભાઈ શંકરભાઈ રીબડીયા, નિકિતાબેન અશોકભાઈ દેકાવાડિયા જાગૃતીબેન અલ્પેશભાઈ અદગામા અને હંસાબેન અજયભાઈ બાવળીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૩૩૯૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

નોટ નંબરી

મોરબીના ગ્રીન ચોક પાસે જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્યારે કિશનભાઇ રમેશભાઈ કૈલા અને અહેમદભાઈ ઉર્ફે ટકો હુસેનભાઇ કારિયાણી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેની પાસેથી પોલીસે ૩૯૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઇદગાહ મેદાન જુગાર

મોરબીમાં મચ્છીપીઠ પાસે ઇદગાહ મેદાનની અંદર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા રફીકભાઈ હનીફભાઈ મોવર, કાંતિલાલ ઉર્ફે મિથુન દેવરાજભાઈ ડાભી અને ઇમરાન ઉર્ફે ચકલી રહીમભાઈ મોવર જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૬૭૯૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી




Latest News