વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે ઘરમાંથી ૬૩ બોટલ દારૂ સાથે વેપારી ઝડપાયો


SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે ઘરમાંથી ૬૩ બોટલ દારૂ સાથે વેપારી ઝડપાયો

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા વેપારીના ઘરની અંદર દારૂનો જથ્થાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા તેના ઘરમાં દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી ૬૩ બોટલ દારૂ મળી આવતા પોલીસે ૬૩ હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ પટેલ નગરમાં રમણીકભાઈના મકાનમાં ભાડે રહેતા રસિકકુમાર કાનજીભાઈ રાણીપા જાતે પટેલના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની ૬૩ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૬૩ હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રસિકભાઈ કાનજીભાઈ રાણીપા જાતે પટેલ (ઉંમર ૩૫) રહે. હાલ મહેન્દ્રનગર પટેલ નગર મૂળ રહે. વાઘગઢ ગામ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લઈને આવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

દેશી દારૂ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ કાંટા પાસે રહેતા ભગવાનજીભાઈ સીદાભાઈ મકવાણાના મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્ટોર રૂમમાંથી પોલીસને દેશી દારૂના ચાર બાચકા મળી આવ્યા હતા જેમાંથી પોલીસે ૧૬૦ લિટર દેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને ૩૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે આરોપી હાજર ન હોવાથી તેની સામે હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવી શરૂ કરવામાં આવી છે

દેશી દારૂ

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મહિલા બુટલેગર ગોદાવરીબેન ગજાભાઈ સાતોલાના ઘરમાં દેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો ઘરમાંથી મળી આવ્યો હોય હતો જેથી પોલીસે ૪૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી હાજર ન હોવાથી મહિલા બુટલેગર સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આવી જ રીતે ઇન્દિરાનગરમાં બીજી દારૂની રેડ રાજેશભાઈ લાભુભાઈ થરેશાના ઘરે કરવામાં આવી હતી અને ત્યારે તેના ઘરની અંદરથી તૈયાર ૧૫ લીટર દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો આમ કુલ મળીને ૭૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી રાજેશભાઈ લાભુભાઈ થરેસા હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News