મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેથી દારૂ ભરેલ સ્વીફ્ટ કાર સાથે એક પકડાયો


SHARE









મોરબીના લાલપર પાસેથી દારૂ ભરેલ સ્વીફ્ટ કાર સાથે એક પકડાયો

મોરબીના લાલપર ગામથી આગળના ભાગમાં આવેલ શૈલેશ કાંટા પાસેથી પસાર થતી સ્વિફ્ટ કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે સ્વીફ્ટ કારમાંથી ૪૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૮૦૦૦ ના દારૂ સહિત કુલ ૨.૧૩ લાખનો મુદામાલ કબ્જે કરીને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય બે શખ્સોના નામ સામે આવ્યા હોય તેની સામે ગુના નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

મોરબીના લાલપર ગામ પાસે આવેલ શૈલેશ કાંટા પાસેથી સ્વિફ્ટ કાર નંબર જીજે ૩૬ બી ૦૬૨૫ પસાર થતી હતી જે કારને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૮૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ, બે લાખ રૂપિયાની કિંમતની કાર અને એક મોબાઈલ ફોન આમ કુલ મળીને પોલીસે ૨.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કરીને ડ્રાઇવર વિજયભાઈ રમેશભાઈ રાતૈયા જાતે કોળી (ઉંમર ૨૦) રહે. હાલ પીપળી શિવપાર્ક સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી દારૂ ભરી આપનાર દિલીપભાઈ અને દારૂ મંગાવ્યો હતો તે ધર્મેશભાઈ જગદીશભાઈ રહે. વીસીપરા મોરબી વાળાના નામ સામે આવ્યા હોય તેની સામે ગુના નોંધીને તે બંને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂ

વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામ પાસેથી પસાર થયેલા બાઈક નંબર જીજે ૧૩ એએસ ૧૩૨૮ ને રોકીને પોલીસે ચેક કરતા બાઈક ઉપર જઈ રહેલા શખ્સ પાસેથી ૪૫ લિટર દેશી દારૂ મળી આવ્યો હોય પોલીસે ૯૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો તથા ૨૦૦૦૦ રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને ૨૦૯૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઉમેશભાઈ ધીરુભાઈ મકવાણા જાતે કોળી (૨૬) રહે. નાળિયેરી તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ગજુબેન દેવીપુજક રહે. સરતાનપર રોડ વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News