મોરબીમાં ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા આરોપીઓમાંથી પાંચ જેલ હવાલે: ચારના રિમાન્ડ મંજૂર
SHARE
મોરબીમાં ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા આરોપીઓમાંથી પાંચ જેલ હવાલે: ચારના રિમાન્ડ મંજૂર
મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા પુલનું સંચાલન કરતા લોકો અને જુલતા પુલનું મેન્ટેનન્સ કરનારાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ગુનામાં ૯ આરોપીઓની ધરપકડ કરી હતી રિમાન્ડની માંગણી સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે તા ૫ સુધી એટ્લે કે ચાર દિવસના ચાર આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે અને પાંચ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ દેકાવડીયા દ્વારા ફરિયાદી નોંધાવવામાં આવી હતી અને પુલનું મેન્ટેનન્સ કરનાર એજન્સી તેમજ જુલતા પુલનું મેનેજમેન્ટ સંભાળતી એજન્સી અને તપાસમાં જે કોઈ ખુલે તેની સામે આઇપીસીની કલમ ૩૦૪, ૩૦૮ (માનવવધ) અને ૧૧૪ (મદદગારી) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ ફરિયાદના પગલે પોલીસે દીપકભાઇ નવીનચંદ્ર પારેખ (૪૪) રહે.મોરબી અને દિનેશભાઈ મહાસુખરાય દવે (૪૧) રહે.મોરબી કે જે બંને મેનેજર તરીકેની કામગીરી સંભાળતા હતા તેમની અને ટીકીટ કલેક્શન કરનાર મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા (૫૯) રહે.મોરબી અને મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી (૩૬) રહે.મોરબી તેમજ પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર (૬૩) રહે. ધ્રાંગધ્રા (બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર), દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર (૩૧) રહે.ધ્રાંગધ્રા (બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર), અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ (૨૫) રહે. દાહોદ (સિક્યુરીટી ગાર્ડ), દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ (૩૩) રહે.દાહોદ (સિક્યુરીટી ગાર્ડ) અને મુકેશભાઈ દક્સિંગભાઈ ચૌહાણ (૨૭) રહે.દાહોદ (સિક્યુરીટી ગાર્ડ) નો સમાવેશ થાય છે તે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડ માંગવામાં આવેલ હતા તેના આધારે કોર્ટે ચાર આરોપીઓ દીપકભાઇ નવીનચંદ્ર પારેખ, દિનેશભાઈ મહાસુખરાય દવે, દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર અને પ્રકાશભાઈ લાલજીભાઈ પરમારના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે અને બાકીના પાંચ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.