મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત માટે સીટી ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા નવ શખ્સ પકડાયા વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

પશ્ચિમ બંગાળમાં પુલ તૂટ્યો ત્યારે બોલ્યા તેવું મોરબીમાં કેમ મોદી ન બોલ્યા ?, SC-HC ના સિટિંગ જજને તપાસ કરે તેવી માંગ: શક્તિસિંહ ગોહિલ


SHARE













પશ્ચિમ બંગાળમાં પુલ તૂટ્યો ત્યારે બોલ્યા તેવું મોરબીમાં કેમ મોદી ન બોલ્યા ?, SC-HC ના સિટિંગ જજને તપાસ કરે તેવી માંગ: શક્તિસિંહ ગોહિલ

મોરબીમાં જુલતો પુલ તૂટી ગયો છે જેથી કરીને કોંગ્રેસનાં રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે મોરબી આવ્યા હતા અને તેઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સ્વજન ગુમાવનાર તેમજ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજી હતી તેમાં તેઓએ ઝૂલતા ફૂલની ઘટનાની સુપ્રીમ કોર્ટે કે પછી હાઇકોર્ટના સિટિંગ જજની આગેવાની હેઠળ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને તમામ દોષીતોની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી આટલુ જ નહીં મોદીએ પશ્ચિમ બંગાળમાં પુલ તૂટ્યો ત્યારે જે સંબોધન કર્યું હતું તેનો વિડીયો બતાવીને આવા શબ્દો વડાપ્રધાને મોરબીમાં કેમ વાપર્યા નહીં તેવો અણીદાર સવાલ કર્યો હતો

મોરબીની મચ્છુ નદી ઉપર ૧૪૦ વર્ષ પહેલા બનાવવામાં આવેલ જુલતો પુલ છેલ્લા વર્ષોથી લાખો કરોડો લોકોને ત્યાં હરવા ફરવા માટેનું એક સ્થળ સમાન બની ગયો હતો જોકે આ જુલતો પુલ રવિવારની સાંજે ધડાકાભેર તૂટી પડ્યો ત્યારે ૧૩૫ લોકો માટે મોતનું કારણ અને અનેક લોકોને ઈજા પહોંચાડનાર બની ગયો છે તેના પાછળ જવાબદાર કોણ ? તે સૌથી મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે અને અને આટલું જ નહીં આ બનાવ બનવા પાછળ મુખ્ય કારણ ક્યું ? તે પણ સવાલ હાલમાં મોરબીમાં ચર્ચા રહ્યો છે ત્યારે કોંગ્રેસનાં રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે મોરબી આવ્યા હતા અને તેઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સ્વજન ગુમાવનાર તેમજ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેને ભાજપ સરકારને આડે હાથે લીધી હતી અને ઝૂલતા પૂલની ઘટનાની સુપ્રીમ કોર્ટે કે પછી હાઇકોર્ટના સિટિંગ જજની આગેવાની હેઠળ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને તમામ દોષીતોની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી તેમજ થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળમાં જે પુલ તૂટવાની ઘટના બની હતી ત્યારે નરેન્દ્ર મોદીએ જે શબ્દો વાપર્યા હતા તેવો વિડીયો બતાવીને કહ્યું હતું કે, આવું રાજકારણ ન કરવું જોઈએ તે દેશના વડાપ્રધાન  છે અને તેના માટે દરેક રાજ્યો એક સરખા જ હોવા જોઈએ અને આ બનાવમાં માત્ર ટિકિટ વાળા, સુપર વાઇઝર જ નહીં પરંતુ પાલિકાના અધિકારી, પાલિકાના પદાધિકારી સહિતનાઓની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે








Latest News