મોરબીમાં ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા આરોપીઓમાંથી પાંચ જેલ હવાલે: ચારના રિમાન્ડ મંજૂર
મોરબીમાં બાર એસો. દ્વારા ઝૂલતા પૂલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી આપવા મૌન રેલી યોજાશે
SHARE
મોરબીમાં બાર એસો. દ્વારા ઝૂલતા પૂલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી આપવા મૌન રેલી યોજાશે
મોરબીમાં કાલે બાર એસો. દ્વારા ઝૂલતા પૂલ તૂટવાની ગોજારી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના દિવંગત આત્માને શ્રધ્ધાંજલી અને પુષ્પાંજલી આપવા માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબી દુઃખદ ઘટનામાં ૧૩૫ જેટલા નિર્દોષિત લોકોના મોત થયેલ છે.અને મોરબી બાર એસો.ના તમામ વકીલઓ ઘેરા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. અને મોરબી બાર એસો.ના તમામ વકીલઓએ હદયપુર્વક પાર્થના કરીને દરેક પરીવારને આ દુઃખદ ઘટનામાંથી બહાર આવવાની શક્તિ તથા હિંમત આપે એવી વકીલઓએ ભગવાનને પ્રાર્થના કરી છે અને સક્યુલર ઠરાવથી ઠરાવીને આ ઘટનામાં સંડોવાયેલ તમામ આરોપીઓ તરફે મોરબી વકીલ મંડળના કોઈ વકીલ મીત્રો વકીલ તરીકે રોકાશે નહી તેવુ સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ છે અને તેની તમામ વકીલોને જાણ કરવામાં આવી છે અને તા. ૩૦–૧૦ ના રોજ મોરબી ઝૂલતા પૂલ તૂટવાની ગોજારી અને અત્યંત દુઃખદ દુર્ઘટનાને કારણે મૃત્યુ પામેલા લોકોના દિવંગત આત્માને શ્રધ્ધાંજલી અને પુષ્પાંજલી આપવા માટે મોરબી જિલ્લા વકીલ મંડળ તરફથી તા. ૨–૧૧ ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે વિશાળ મૌન રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતેથી શરૂ થઈ નવા પુલ ઉપર થઈ મહેન્દ્ર ડ્રાઈવ રોડ અને ઝૂલતા પુલ સુધી મૌન રેલી જશે તેવું મોરબી બાર એસોશીએશનના સેક્રેટરી જે. ડી. અગેચાણીયાએ જણાવ્યુ છે