મોરબીના બગથળા ગામે જુગાર રમતા ત્રણ જુગારી ૮૩,૨૦૦ ની રોકડ સાથે પકડાયા
SHARE
મોરબીના બગથળા ગામે જુગાર રમતા ત્રણ જુગારી ૮૩,૨૦૦ ની રોકડ સાથે પકડાયા
મોરબી તાલુકાના બગથળા ગામે જાહેર જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો ત્યાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૮૩,૨૦૦ ની રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ નાઈટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે હરેશકુમાર ઇન્દુલાલ તથા રમેશભાઈ રાજાભાઈ મુંધવાને બાતમી મળી હતી જેના આધારે પોલીસે મોરબી તાલુકાના બગથળા ગામે બસ સ્ટેન્ડ પાસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા કીશોરભાઈ કાનજીભાઈ ભુમલીયા જાતે પટેલ, રાજેન્દ્રભાઈ બેચરભાઈ આદ્રોજા જાતે પટેલ અને પ્રવિણભાઈ દેવજીભાઈ ચાવડા જાતે અનુ:જાતી રહે. તમામ બગથળા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ ૮૩,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારધારા હેઠળ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.