હળવદમાં ફટાકડાના સ્ટોલ માટે ફાયરિંગ કરનારા પંકજ ગોઠી સહિત ત્રણની ધરપકડ
કલિયુગ : મોરબીના રફાળેશ્વર ગામે વૃદ્ધ પિતાને ત્રણ દીકરા સહિત ચાર શખ્સોએ છરી-પાઇપ વડે મારમાર્યો: તમામ આરોપીની ધરપકડ
SHARE
કલિયુગ : મોરબીના રફાળેશ્વર ગામે વૃદ્ધ પિતાને ત્રણ દીકરા સહિત ચાર શખ્સોએ છરી-પાઇપ વડે મારમાર્યો: તમામ આરોપીની ધરપકડ
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા વૃદ્ધના દીકરાને કોર્ટની મુદત હતી તે બાબતે વૃદ્ધે તેના અન્ય દીકરાને વાત કરી હતી જે તેને સારું નહીં લગતા ત્રણ દીકરા સહિતના ચાર શખ્સો દ્વારા વૃદ્ધની સાથે ઝપાઝપી કરવામાં આવી હતી અને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ છરી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ વૃદ્ધે તેને ત્રણ દીકરા સહિત ચાર શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રફાળેશ્વર ગામે મહાદેવના મંદિર સામે ભરવાડવાસમાં રહેતા રણછોડભાઈ કુંવરજીભાઈ ઝાપડા જાતે ભરવાડ (૬૫) એ હાલમાં તેને દીકરા રાજુભાઈ રણછોડભાઈ ઝાપડા (૨૧), ગણેશભાઈ રણછોડભાઈ ઝાપડા (૩૪) અને રામાભાઇ રણછોડભાઈ ઝાપડા (૩૧) રહે. બધા રફાળેશ્વર ગામ અને ફૈઝલભાઈ સમીરભાઈ માજોડા (૩૧) રહે. લીલાપર રોડ હુસેનપીરની દરગાહ પાછળ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે તેના દીકરા ગોપાલભાઈને કોર્ટની મુદત હતી જે બાબતે તેઓ તેના અન્ય દીકરા સાથે વાત કરતાં હતા જે આરોપી રાજુભાઈ, ગણેશભાઈ, રામાભાઇ અને ફેજલને તે સારું નહીં લાગતા તેઓએ તેની સાથે જપાજપી કરી હતી અને ગાળો આપી હતી આટલુ જ નહીં રાજુભાઈએ પોતાની પાસે રહેલ છરી વડે તેના વૃદ્ધ પિતાને ઇજા કરી હતી અને ગણેશભાઈએ લોખંડનો પાઇપ મારીને ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ રણછોડભાઈ ઝાપડાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.